Get News Alerts

Never miss breaking news updates.

સુરતની મમતા હોસ્પિટલ સીલ, ગેરદાયદેસર ગર્ભપરિક્ષણ-ગર્ભપાત મામલે દરોડા

Surat Mamata Multispeciality Hospital: સુરત પોલીસે ગેરકાયદેસર ગર્ભપાત અને ગર્ભપરિક્ષણનો મોટો પર્દાફાશ કર્યો છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાને ઓફિસમાંથી ગુપ્ત માહિતી મળી હતી અને હોસ્પિટલનું લોકેશન મળી આવ્યું હતું. ત્યારે પોલીસે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.
Admin
AdminUpdated on: 06 May 2026 05:36 PM IST
સુરતની મમતા હોસ્પિટલ સીલ, ગેરદાયદેસર ગર્ભપરિક્ષણ-ગર્ભપાત મામલે દરોડાસુરતની મમતા હોસ્પિટલ સીલ, ગેરદાયદેસર ગર્ભપરિક્ષણ-ગર્ભપાત મામલે દરોડા

Surat Mamata Multispeciality Hospital: સુરત પોલીસે ગેરકાયદેસર ગર્ભપાત અને ગર્ભપરિક્ષણનો મોટો પર્દાફાશ કર્યો છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાને ઓફિસમાંથી ગુપ્ત માહિતી મળી હતી અને હોસ્પિટલનું લોકેશન મળી આવ્યું હતું. ત્યારે પોલીસે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી પ્રમાણે, સુરતના એલ.એચ રોડ પર લાભેશ્વર ચોકડી પાસે આવેલી મમતા સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પોલીસે દરોડા પાડ્યા હતા. ત્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં ફરજ બજાવતા સિસ્ટરને મુલાકાતનો હેતુ જણાવી હોસ્પિટલમાં તપાસ હાથ ધરી હતી. જેમાં 3 દર્દી દાખલ હોવાનું જાણવા મળ્યું હતું.

આ ત્રણેય દાખલ દર્દીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ત્રણેય દર્દીઓ ગર્ભપાત કરાવવા આવ્યા હતા.ત્યારબાદ પંચની હાજરીમાં હોસ્પિટલ સ્ટાફ સહિત ત્રણેય દર્દીના નિવેદન લેવામાં આવ્યા હતા. મમતા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લાઈસન્સ વગર ગેરકાયદેસર ગર્ભપાત અને ગર્ભપરિક્ષણ કરવામાં આવ્યું હતું.

ત્યારે ગેરકાયદેસર કામગીરીને પગલે મમતા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ મારવામાં આવી છે. આ સાથે જ નિયમોના ભંગ બદલ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ દર્દીમાંથી બે દર્દીઓને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ હોસ્પિટલ વિરુદ્ધ અગાઉ પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અગાઉ વગર ડિગ્રીના ડોક્ટર મામલે હોસ્પિટલ વિવાદમાં આવી હતી. ત્યારે ડોક્ટર રામગોપાલ શ્રીકિશન ખંડેલવાલની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત શિવાય મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ મારવામાં આવી હતી. ત્યારબાદ શિવાય મલ્ટિહોસ્પિટલનું નામ બદલીને મમતા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ નામ રાખવામાં આવ્યું હતું અને થોડા સમય પહેલાં જ હોસ્પિટલ ચાલુ કરવામાં આવી હતી.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.