Get News Alerts

Never miss breaking news updates.

સુરત પૂરગ્રસ્તો માટે નાયબ મુખ્યપ્રધાનની મોટી જાહેરાત

સુરતમાં પૂર બાદ રાહત કામગીરીને વધુ વેગ આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 9 હજારથી વધુ પરિવારોનો સર્વે પૂર્ણ થઈ ગયો છે, 800થી વધુ પરિવારોને સહાય ચૂકવાઈ છે અને બાકીના તમામ અસરગ્રસ્તોને વહેલી તકે સહાય પહોંચાડવા માટે તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 10 Jul 2026 11:31 AM IST
સુરત પૂરગ્રસ્તો માટે નાયબ મુખ્યપ્રધાનની મોટી જાહેરાતસુરત પૂરગ્રસ્તો માટે નાયબ મુખ્યપ્રધાનની મોટી જાહેરાત

સુરત: સુરતમાં પૂર બાદ અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી રાહત મળે તે માટે રાજ્ય સરકારે સહાય વિતરણની કામગીરી વધુ તેજ કરી છે. નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં 9 હજારથી વધુ પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે અને 800થી વધુ પરિવારોને ઘરવખરી સહાય તેમજ કેશડોલની ચુકવણી કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે શુક્રવાર સાંજ સુધીમાં તમામ અસરગ્રસ્ત પરિવારોને તેમના રહેઠાણ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. સાથે જ વિવિધ સરકારી ટીમો દ્વારા વૈકલ્પિક રીતે સહાય પહોંચાડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, જેથી કોઈ પણ જરૂરિયાતમંદ પરિવાર સહાયથી વંચિત ન રહે.

નાયબ મુખ્યપ્રધાને અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે જે સોસાયટીઓમાં હજુ સુધી સર્વે થયો નથી ત્યાં તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને સહાયની ચુકવણી શરૂ કરવામાં આવે.

તેમણે વધુમાં જણાવ્યું કે પૂરથી વેપારીઓને થયેલા કોમર્શિયલ નુકસાન અંગે પણ રાજ્ય સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે અને આગામી સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.