Get News Alerts

Never miss breaking news updates.

સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અનોખી સિદ્ધિ, DyCM હર્ષ સંઘવીના ચહેરાવાળો 10.07 કેરેટનો હીરો તૈયાર

Harsh Sanghavi Diamond Face: વિશ્વભરમાં ડાયમંડ ટેકનોલોજી ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવતા લેક્સસ ગ્રુપ અને આઈએસજીજે (ISGJ) જ્વેલરી કોલેજે મળીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. બંને સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ચહેરાનું હૂબહૂ પ્રતિબિંબ દર્શાવતો 10.07 કેરેટનો વિશિષ્ટ બ્રાઉન ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે.
Admin
AdminUpdated on: 16 Jun 2026 06:10 PM IST
સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અનોખી સિદ્ધિ, DyCM હર્ષ સંઘવીના ચહેરાવાળો 10.07 કેરેટનો હીરો તૈયારસુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અનોખી સિદ્ધિ, DyCM હર્ષ સંઘવીના ચહેરાવાળો 10.07 કેરેટનો હીરો તૈયાર

Harsh Sanghavi Diamond Face: વિશ્વભરમાં ડાયમંડ ટેકનોલોજી ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવતા લેક્સસ ગ્રુપ અને આઈએસજીજે (ISGJ) જ્વેલરી કોલેજે મળીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. બંને સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ચહેરાનું હૂબહૂ પ્રતિબિંબ દર્શાવતો 10.07 કેરેટનો વિશિષ્ટ બ્રાઉન ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે.

આઈએસજીજે (ISGJ) જ્વેલરી કોલેજના ડિરેક્ટર અને સિનિયર જેમોલોજિસ્ટ કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે, ડાયમંડ ઇન્ડસ્ટ્રી, સુરત ડાયમંડ બુર્સ અને સમગ્ર હીરા વેપાર સમુદાયના વિકાસ માટે હર્ષ સંઘવીએ આપેલા યોગદાનને સન્માન આપવા માટે આ વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચે તે હેતુથી તેમના ચહેરાનું ફેશિયલ રિક્રિએશન ડાયમંડમાં ઉતારવાનો વિચાર કરવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું કે, આ પ્રકારનો ડાયમંડ તૈયાર કરવો અત્યંત જટિલ પ્રક્રિયા છે. જેમાં અદ્યતન ટેક્નોલોજી, ચોકસાઈપૂર્ણ ડિઝાઇનિંગ અને લાંબા સમયની મહેનત જરૂરી બને છે. લગભગ સાડા ત્રણથી ચાર મહિનાના સતત પ્રયાસો બાદ 10.07 કેરેટનો આ અનોખો ડાયમંડ તૈયાર કરવામાં સફળતા મળી હતી.

લેક્સસ ગ્રુપના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, તેમની કંપની છેલ્લા લગભગ 35 વર્ષથી ડાયમંડ અને ટેક્નોલોજી ક્ષેત્રે કાર્યરત છે અને વિશ્વની અનેક અગ્રણી ડાયમંડ કંપનીઓ તેમની ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. તેમણે જણાવ્યું કે, અગાઉ ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા આધારિત ડાયમંડ પર કામ કરતી વખતે આ વિશેષ પ્રોજેક્ટનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ કલ્પેશ દેસાઈ સાથે મળીને હર્ષ સંઘવીના ચહેરાનું પ્રતિબિંબ ધરાવતો ડાયમંડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો.

ડાયમંડનું કટિંગ-પોલિશિંગ અને ટેક્નિકલ પ્રક્રિયા લેક્સસ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જ્યારે સમગ્ર ડિઝાઇન અને આયોજન આઈએસડીજે જ્વેલરી કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. તૈયાર થયેલો આ વિશિષ્ટ ડાયમંડ હર્ષ સંઘવીને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો છે. ડાયમંડ પર હર્ષ સંઘવીની સહી પણ લેવામાં આવી છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.