Get News Alerts

Never miss breaking news updates.

સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, મધ્ય પ્રદેશના ગેંગવોરનો શૂટર પાંડેસરામાંથી ઝડપાયો

Surat Crime Branch: સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. મધ્ય પ્રદેશના ચકચારી હત્યા કેસનો શૂટર સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Admin
AdminUpdated on: 24 May 2026 07:24 PM IST
સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, મધ્ય પ્રદેશના ગેંગવોરનો શૂટર પાંડેસરામાંથી ઝડપાયોસુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, મધ્ય પ્રદેશના ગેંગવોરનો શૂટર પાંડેસરામાંથી ઝડપાયો

Surat Crime Branch: સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. મધ્ય પ્રદેશના ચકચારી હત્યા કેસનો શૂટર સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરત ક્રાઇમ બ્રાન્ચે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદગામ SMC આવાસ પાસેથી મધ્ય પ્રદેશનમાં થયેલા ગેંગવોરના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. મધ્ય પ્રદેશના દેવાસમાં થયેલા સામસામે ફાયરિંગ અને હત્યાના ગુનામાં છેલ્લા કેટલાક દિવસોથી આરોપી ફરાર હતો. 

ત્યારે ઝડપાયેલો આરોપી રાહુલ ઉર્ફે શૂટર અગાઉ પણ આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.