બારડોલી નજીક બે બસ વચ્ચે ભયંકર અકસ્માત, બસમાં આગ લાગતા 5ના મોતની આશંકા



બારડોલી નજીક બે બસ વચ્ચે ભયંકર અકસ્માત, બસમાં આગ લાગતા 5ના મોતની આશંકા



Surat Bus Accident: સુરત જિલ્લાના બારડોલી નજીક માણેકપોર ગામ પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે. મહારાષ્ટ્ર પાસિંગની બે બસો એકબીજા સાથે અથડાતાં એક બસ પલટી મારી ગઈ હતી અને બાદમાં તેમાં આગ લાગી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ સાથે જ બારડોલી ટાઉન પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. અકસ્માતના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનવ્યવહાર ખોરવાયો હતો.
પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુ:ખદ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે શોક વ્યક્ત કરતા કહ્યું કે, ‘ગુજરાતના સુરત જિલ્લામાં થયેલા અકસ્માત વિશે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. મારા વિચારો એવા લોકો સાથે છે, જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. અકસ્માત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. વહીવટીતંત્ર તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. પ્રધાનમંત્રીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી નાણાકીય સહાય (એક્સ-ગ્રેશિયા)ની જાહેરાત કરી છે:
મૃતકના સગા માટે: પ્રત્યેકને 2 લાખ રૂપિયાનું એક્સ-ગ્રેશિયા.
ઘાયલોને: સારવાર માટે 50,000 રૂપિયાની આર્થિક સહાય.




