Get News Alerts

Never miss breaking news updates.

સુરતના બગુમરામાંથી યુવતીનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો, અજુગતું થયું હોવાની આશંકા

Surat News: સુરતના બગુમરા વિસ્તારમાં આવેલા મહાદેવ વિલાના એક મકાનમાંથી યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતદેહ અર્ધનગ્ન અને ગંભીર હાલતમાં મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે.
Admin
AdminUpdated on: 17 May 2026 07:17 PM IST
સુરતના બગુમરામાંથી યુવતીનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો, અજુગતું થયું હોવાની આશંકાસુરતના બગુમરામાંથી યુવતીનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો, અજુગતું થયું હોવાની આશંકા

Surat News: સુરતના બગુમરા વિસ્તારમાં આવેલા મહાદેવ વિલાના એક મકાનમાંથી યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતદેહ અર્ધનગ્ન અને ગંભીર હાલતમાં મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ, યુવતી સાથે રહેતો શિવમ નામનો યુવક હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. મૃતદેહ પાસેથી આપત્તિજનક સામગ્રી પણ મળી આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સાથે એલ.સી.બીની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. યુવતી સાથે અજુગતું થયા બાદ હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલ પોલીસે યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલ આ સમગ્ર મામલે પલસાણા પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.