સ્ટર્લિંગ સિટી સેક્ટર એ અને બીમાં ભારે વરસાદથી જળબંબાકાર, ઘરો અને વાહનોમાં પાણી ભરાયા

અમદાવાદ શહેરમાં આજે સવારે પડેલા ભારે વરસાદના કારણે સ્ટર્લિંગ સિટી સેક્ટર એ અને બી વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ બાદ સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે અને અનેક રહીશોના બંગલાઓમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
Growth Now News
Growth Now News
સ્ટર્લિંગ સિટી સેક્ટર એ અને બીમાં ભારે વરસાદથી જળબંબાકાર, ઘરો અને વાહનોમાં પાણી ભરાયાસ્ટર્લિંગ સિટી સેક્ટર એ અને બીમાં ભારે વરસાદથી જળબંબાકાર, ઘરો અને વાહનોમાં પાણી ભરાયા

અમદાવાદ: શહેરમાં આજે સવારે પડેલા ભારે વરસાદના કારણે સ્ટર્લિંગ સિટી સેક્ટર એ અને બી વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ બાદ સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે અને અનેક રહીશોના બંગલાઓમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર કેટલાક ઘરોમાં ગટરનું ગંદુ પાણી પણ પાછું આવવાની સમસ્યા સર્જાઈ છે. બાથરૂમમાં ગટરનું પાણી ઉછળીને આવવાની ફરિયાદો પણ સામે આવી છે. રહીશોએ આશંકા વ્યક્ત કરી છે કે ભારે વરસાદ અને ગટરની વ્યવસ્થામાં રહેલી ખામીઓના કારણે આ સ્થિતિ સર્જાઈ હોઈ શકે છે.

આ ઉપરાંત ગટર લાઇનમાં જોડવામાં આવેલા કેટલાક પાઇપોના કારણે રસ્તા પર પાણીનો પ્રવાહ અને અવરજવર વધુ મુશ્કેલ બની હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. પાણી ભરાવાના કારણે કેટલાક વાહનચાલકો અને રાહદારીઓ પણ લપસી પડ્યાની માહિતી મળી છે. અંતે સ્થાનિક રહીશોએ પોતાની રીતે કેટલાક પાઇપ હટાવવાની કામગીરી કરી હતી.

હાલ સ્ટર્લિંગ સિટી વિસ્તારમાં રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. અનેક રહીશોની પાર્ક કરેલી કારોમાં પણ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે વાહનોને નુકસાન થવાની શક્યતા છે. ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ઘરનો સામાન ઊંચકીને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની ફરજ પડી રહી છે.

રહીશોએ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરીને પાણી નિકાલની વ્યવસ્થા સુધારવા અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરી છે.