Get News Alerts

Never miss breaking news updates.

સ્પેને 16 વર્ષ બાદ ફરી ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો, ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

16 વર્ષના લાંબા ઇંતજાર બાદ સ્પેન ફરી ફૂટબોલનો વિશ્વ ચેમ્પિયન બન્યો છે. રોમાંચક ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવી સ્પેને બીજી વખત વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી, જ્યારે નિર્ણાયક ગોલ ફેરાન ટોરેસે એક્સ્ટ્રા ટાઇમમાં નોંધાવ્યો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 20 Jul 2026 11:20 AM IST
સ્પેને 16 વર્ષ બાદ ફરી ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો, ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યુંસ્પેને 16 વર્ષ બાદ ફરી ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો, ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

સ્પેને 16 વર્ષ બાદ ફરી એકવાર ફૂટબોલ વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ન્યૂયોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ફાઈનલમાં સ્પેને 2022ની ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવી ટ્રોફી જીતી લીધી. સ્પેન માટે વિજયી ગોલ ફેરાન ટોરેસે એક્સ્ટ્રા ટાઇમમાં ફટકાર્યો હતો.

મેચના નિર્ધારિત 90 મિનિટ સુધી બંને ટીમો એકપણ ગોલ કરી શકી નહોતી. પ્રથમ હાફમાં સ્પેનના લામિન યમાલ અને આર્જેન્ટિનાના કેપ્ટન લિઓનલ મેસ્સીને ગોલ કરવાની સારી તક મળી હતી, પરંતુ બંને ખેલાડીઓ તેનો લાભ લઈ શક્યા નહોતા.

સમગ્ર મેચ દરમિયાન સ્પેને આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે અનેક શાનદાર બચાવ કરીને પોતાની ટીમને લાંબા સમય સુધી મેચમાં જાળવી રાખી હતી.

મેચની 90+2મી મિનિટે આર્જેન્ટિનાને મોટો ફટકો પડ્યો હતો. મિડફિલ્ડર એન્ઝો ફર્નાન્ડીઝે સ્પેનના ડિફેન્ડર પાઉ કુબાર્સી પર કરેલા કઠોર ટેકલ બદલ રેફરીએ સીધું રેડ કાર્ડ બતાવ્યું હતું. જેના કારણે આર્જેન્ટિનાએ આખો એક્સ્ટ્રા ટાઇમ 10 ખેલાડીઓ સાથે રમવો પડ્યો હતો.

એક્સ્ટ્રા ટાઇમ દરમિયાન સ્પેને સતત દબાણ જાળવી રાખ્યું અને અંતે ફેરાન ટોરેસે નિર્ણાયક ગોલ ફટકારી ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી. આ જીત સાથે સ્પેને 2010 બાદ બીજી વખત ફૂટબોલ વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે. 2010માં સ્પેને નેધરલેન્ડ્સને 1-0થી હરાવી પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો હતો.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.