ગુરુપૂર્ણિમા નિમિત્તે શામળાજી ધામમાં ભક્તિનો મહાસાગર, મોટી સંખ્યામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આજે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો. ભગવાન શામળિયાના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જ્યારે વિશેષ શણગાર અને દિવ્ય દર્શન માટે મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
Rahul Desai
Rahul Desai
ગુરુપૂર્ણિમા નિમિત્તે શામળાજી ધામમાં ભક્તિનો મહાસાગર, મોટી સંખ્યામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓગુરુપૂર્ણિમા નિમિત્તે શામળાજી ધામમાં ભક્તિનો મહાસાગર, મોટી સંખ્યામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ

અરવલ્લી: યાત્રાધામ શામળાજીમાં આજે ગુરુપૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ભગવાન શામળિયાના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી.

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા પરિધાન પહેરાવવામાં આવ્યા હતા. ઉપરાંત હીરા જડિત મુગટ અને સોનાના આભૂષણોથી ભગવાનનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરવા ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભક્તોમાં એવી ભાવના જોવા મળી રહી છે કે ભગવાન શામળિયા સમગ્ર જગતના ગુરુ છે. આ ભાવ સાથે શામળાજી ધામમાં ભક્તિ અને શ્રદ્ધાનો મહાસાગર છલકાયો હતો.

ગુરુપૂર્ણિમા નિમિત્તે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ શામળાજી ધામ ખાતે ભગવાનના દર્શન કરવા પહોંચવાના છે. તેઓ લુસડીયા ખાતે સંત સુરમલદાસજીની સમાધિના પણ દર્શન કરશે.