16 જૂનથી 4 મહિના માટે બંધ રહેશે સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી



ફાઈલ ફોટો
16 જૂનથી 4 મહિના માટે બંધ રહેશે સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી



ફાઈલ ફોટો
જૂનાગઢ જૂનાગઢ જિલ્લામાં આવેલા સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારીને 16 જૂનથી આગામી ચાર મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસાની ઋતુ તેમજ એશિયાટિક સિંહોના સંવનન કાળને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સાસણ ગીરની જંગલ સફારી 16 જૂનથી સત્તાવાર રીતે બંધ થઈ જશે અને પ્રવાસીઓ 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શનનો લાભ લઈ શકશે નહીં.
વન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસા દરમિયાન જંગલ વિસ્તારમાં કુદરતી પર્યાવરણનું સંરક્ષણ, વન્યજીવોની સુરક્ષા અને સિંહોના સંવનન ચક્રમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે દર વર્ષે આ સમયગાળા દરમિયાન સફારી બંધ રાખવામાં આવે છે.
સફારી ફરી શરૂ થયા બાદ પ્રવાસીઓ ફરી એકવાર ગીરના જંગલમાં એશિયાટિક સિંહો સહિતના વન્યજીવોના દર્શનનો આનંદ માણી શકશે.




