Get News Alerts

Never miss breaking news updates.

સાંઢિયા પુલ પર બનેલો રોડ તૂટવાનો મામલો, મેયર ડૉ. નેહલ શુક્લનું નિવેદન

સાંઢિયા પુલ પર તાજેતરમાં બનાવવામાં આવેલ ડામર રોડ તૂટી જવાના મામલે શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ મુદ્દે મેયર ડૉ. નેહલ શુક્લે સ્થળ મુલાકાત દરમિયાન ખામીઓ જણાઈ આવતાં કોન્ટ્રાક્ટ એજન્સીને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જણાવ્યું છે, જ્યારે રોડ તૂટવાના કારણ તરીકે ભારે વાહનોની અવરજવર પણ સંભવિત માનવામાં આવી રહી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 04 Jun 2026 04:03 PM IST
સાંઢિયા પુલ પર બનેલો રોડ તૂટવાનો મામલો, મેયર ડૉ. નેહલ શુક્લનું નિવેદનસાંઢિયા પુલ પર બનેલો રોડ તૂટવાનો મામલો, મેયર ડૉ. નેહલ શુક્લનું નિવેદન

રાજકોટ સાંઢિયા પુલ પર તાજેતરમાં બનાવવામાં આવેલ ડામર રોડ તૂટી જવાના મામલે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાને લઈને મેયર ડૉ. નેહલ શુક્લે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

મેયર ડૉ. નેહલ શુક્લે જણાવ્યું હતું કે સાંઢિયા પુલના નવીનીકરણને લઈને તેમણે સ્થળ પર વિઝિટ કરી હતી. આ દરમિયાન કેટલીક ત્રુટિઓ જોવા મળી હતી, જેને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટ એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે અને તાત્કાલિક ખુલાસો માંગવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે રોડ તૂટવાના મામલે શક્યતા છે કે અહીંથી ભારે વાહનો પસાર થયા હોવાથી ડામર રોડને નુકસાન થયું હોઈ શકે છે.

હાલમાં તાત્કાલિક ધોરણે તૂટેલા રોડનું રિપેરિંગ કાર્ય શરૂ કરવામાં આવશે, તેમ પણ મેયરે જણાવ્યું હતું.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.