Get News Alerts

Never miss breaking news updates.

'સમૃદ્ધ ગુજરાત 2026' પ્રદર્શનીનો પ્રારંભ, કેન્દ્ર-રાજ્ય સરકારની 50થી વધુ યોજનાઓ એક જ સ્થળે

અમદાવાદમાં 'સમૃદ્ધ ગુજરાત 2026' અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ તથા વિકાસકાર્યોને લોકો સુધી પહોંચાડવાના હેતુથી ભવ્ય પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. 50થી વધુ સરકારી વિભાગોના સ્ટોલ સાથે યોજાયેલી આ પ્રદર્શનીને નાગરિકોનો ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 07 Jul 2026 12:30 PM IST
'સમૃદ્ધ ગુજરાત 2026' પ્રદર્શનીનો પ્રારંભ, કેન્દ્ર-રાજ્ય સરકારની 50થી વધુ યોજનાઓ એક જ સ્થળે'સમૃદ્ધ ગુજરાત 2026' પ્રદર્શનીનો પ્રારંભ, કેન્દ્ર-રાજ્ય સરકારની 50થી વધુ યોજનાઓ એક જ સ્થળે

અમદાવાદ: અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણાના આયોજન હેઠળ 'સમૃદ્ધ ગુજરાત 2026' અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસકાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે વિશાળ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શનીમાં 50થી વધુ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો પોતાના સ્ટોલ દ્વારા જનકલ્યાણકારી યોજનાઓ, નવી ટેક્નોલોજી અને સરકારી સેવાઓ અંગે લોકોને માહિતી આપી રહ્યા છે. પ્રદર્શનીમાં ડિફેન્સ, આરોગ્ય, કૃષિ, શિક્ષણ, માહિતી ટેક્નોલોજી (IT), ISRO, બેન્કિંગ ક્ષેત્ર, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સહિતના અનેક વિભાગો અને સંસ્થાઓએ ભાગ લીધો છે.

પ્રદર્શનીનો મુખ્ય હેતુ સરકારની વિવિધ યોજનાઓનો લાભ સામાન્ય નાગરિકો સુધી સરળતાથી પહોંચે તેમજ વિકાસલક્ષી કામગીરી અંગે લોકોને માહિતગાર કરવાનો છે. અહીં મુલાકાતે આવતા લોકોને વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી સાથે ભવિષ્યમાં ઉપયોગી બની શકે તેવી માર્ગદર્શિકા પણ આપવામાં આવી રહી છે.

પ્રદર્શનીને સ્કૂલના વિદ્યાર્થીઓ, વડીલો, યુવાનો અને મોટી સંખ્યામાં નાગરિકોનો ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો છે. સમગ્ર સ્થળે મેળા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યાં લોકો વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લઈને યોજનાઓ અને સેવાઓ અંગે માહિતી મેળવી રહ્યા છે.

આયોજકોના જણાવ્યા મુજબ અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વ વિસ્તારના અંદાજે 25થી 30 હજાર નાગરિકો આ પ્રદર્શનીનો લાભ લેશે. આ પ્રદર્શની સરકાર અને નાગરિકો વચ્ચે માહિતીનો સીધો સેતુ બની જનજાગૃતિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.