સાળંગપુર હનુમાનજી મંદિરના પેટન્ટ મામલે વિવાદ, સંત સમાજમાં રોષ



સાળંગપુર હનુમાનજી મંદિરના પેટન્ટ મામલે વિવાદ, સંત સમાજમાં રોષ



Salangpur Temple Controversy: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા કરવામાં આવેલા પેટન્ટ સંબંધિત મામલે વિવાદ સર્જાયો છે. આ મુદ્દાને લઈને સનાતન સંત સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
સંત જ્યોતિન્દ્રનાથ બાપુએ સોશિયલ મીડિયા મારફતે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દેવી-દેવતાઓ પર કોઈ પણ પ્રકારની પેટન્ટ કરી શકાય નહીં. કારણ કે, ભગવાન સર્વના છે અને તેઓ કોઈ એક સંપ્રદાય કે સંસ્થા સુધી સીમિત નથી.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, કેટલાક લોકો અવારનવાર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને દેવી-દેવતાઓના અપમાન જેવી પ્રવૃત્તિઓ કરે છે. આ સાથે જ તેમણે કડક ભાષામાં પ્રતિભાવ આપતા જણાવ્યું કે, આવા મુદ્દાઓ સામે કડક રીતે અવાજ ઉઠાવવામાં આવશે. આ સમગ્ર વિવાદને લઈને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા તેજ બની છે અને વિવિધ પક્ષો દ્વારા અલગ-અલગ પ્રતિભાવો આપવામાં આવી રહ્યા છે.




