Get News Alerts

Never miss breaking news updates.

જામનગરમાં રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, PM મોદીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ સેવાકીય અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે જામનગરના વોર્ડ નંબર-2 ખાતે આવેલા ગાયત્રી મંદિર પરિસરમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ ભાગ લઈ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 12 Jun 2026 02:13 PM IST
જામનગરમાં રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, PM મોદીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થનાજામનગરમાં રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, PM મોદીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના

જામનગર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી તરીકેના જનસેવાના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-2 ખાતે આવેલ શ્રી ગાયત્રી મંદિર પરિસરમાં વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ સંભાળ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી, જનપ્રતિનિધિઓ અને સ્થાનિક અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. ઉપસ્થિત સૌએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સદાય સ્વસ્થ રહે અને તેમને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય તેવી ભાવપૂર્વક પ્રાર્થના પણ કરી હતી.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી, વોર્ડ પ્રમુખ અને કોર્પોરેટર રિધિશભાઈ ડેર, કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા, કમળાબેન મકવાણા તથા યોગીતાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં વિસ્તારના અગ્રણીઓ કુલદીપસિંહ જાડેજા, વેલજીભાઈ નકુમ, લાખાભાઈ પિંડારિયા, યતિનભાઈ પંડિયા તેમજ વોર્ડ પ્રભારી વિજયસિંહ ગોહિલ, સહદેવભાઈ ડાભી, ગજેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, પ્રગ્નેશભાઈ ભટ્ટ, વર્ષાબેન રાઠોડ અને કેતનસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા.

કાર્યક્રમના અંતે સૌએ પર્યાવરણના જતન અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ વ્યક્ત કરી આ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.