Get News Alerts

Never miss breaking news updates.

રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવાનું વતનમાં ભવ્ય સ્વાગત, આદિવાસી સંસ્કૃતિથી પોંખ્યા

Mukesh Rathwa: રાજ્યસભાના સાંસદ બન્યા બાદ પ્રથમ વખત પોતાના વતન રાયસિંગપુરા પહોંચતા મુકેશ રાઠવાનું ગ્રામજનો દ્વારા ઢોલ-નગારા અને ડીજેના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેને લઈને સમગ્ર ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 13 Jun 2026 08:25 PM IST
રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવાનું વતનમાં ભવ્ય સ્વાગત, આદિવાસી સંસ્કૃતિથી પોંખ્યારાજ્યસભા સાંસદ મુકેશ રાઠવાનું વતનમાં ભવ્ય સ્વાગત, આદિવાસી સંસ્કૃતિથી પોંખ્યા

Mukesh Rathwa: રાજ્યસભાના સાંસદ બન્યા બાદ પ્રથમ વખત પોતાના વતન રાયસિંગપુરા પહોંચતા મુકેશ રાઠવાનું ગ્રામજનો દ્વારા ઢોલ-નગારા અને ડીજેના તાલે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેને લઈને સમગ્ર ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો.

સાંસદ મુકેશ રાઠવાએ ગામમાં આગમન બાદ હનુમાન મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેઓ રેલી સ્વરૂપે ગામમાં નીકળ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાયા હતા. આદિવાસી સમાજની પરંપરાગત સંસ્કૃતિ મુજબ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ તેમને ખભે બેસાડીને ટીમલીના તાલે નચાવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું.

રેલી દરમિયાન DJ, ઢોલ-નગારા અને નૃત્ય સાથે ગામના યુવાનો અને વડીલો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આસપાસના ગામોના લોકો અને સ્થાનિક હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુકેશ રાઠવા આદિવાસી પરંપરા મુજબના રંગમાં જોવા મળ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોકસંપર્કમાં સક્રિય રહ્યા હતા.
 
AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.