Get News Alerts

Never miss breaking news updates.

પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી ગળું દબાવી હત્યા નીપજાવી, લાશને ઝાડ પર લટકાવી દીધી!

Rajkot News: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખારચીયા ગામે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં મોટો ખુલાસો થયો છે. આત્મહત્યામાં ખપાવવામાં આવેલી ઘટના હકીકતમાં હત્યા હોવાનું સામે આવ્યું છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ જ પત્નીની ગળું દબાવીને હત્યા કરી હોવાનો ભાયાવદર પોલીસ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.
Admin
AdminUpdated on: 27 Jun 2026 04:30 PM IST
પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી ગળું દબાવી હત્યા નીપજાવી, લાશને ઝાડ પર લટકાવી દીધી!પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી ગળું દબાવી હત્યા નીપજાવી, લાશને ઝાડ પર લટકાવી દીધી!

Rajkot News: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખારચીયા ગામે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં મોટો ખુલાસો થયો છે. આત્મહત્યામાં ખપાવવામાં આવેલી ઘટના હકીકતમાં હત્યા હોવાનું સામે આવ્યું છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ જ પત્નીની ગળું દબાવીને હત્યા કરી હોવાનો ભાયાવદર પોલીસ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. હત્યા બાદ સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ ફોરેન્સિક રિપોર્ટ અને પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સમગ્ર ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉપલેટા તાલુકાના ખારચીયા ગામે રહેતા ઈલાબેન ઉર્ફે ઈશાબેન બગડાનો મૃતદેહ ગામની સીમમાં આવેલી ઓરડીમાં ગળાફાંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. શરૂઆતમાં આ બનાવ આત્મહત્યાનો હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ મૃતકના માવતર પક્ષે દીકરીની હત્યા કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. મૃતક ઈલાબેનના લગ્નને આશરે 14 વર્ષ જેટલો સમય થયો હતો અને તેમને એક દીકરો તથા એક દીકરી સંતાનમાં છે.

મૃતકનો પતિ હિતેન્દ્ર બગડા દિવસે સેન્ટિંગનું કામ કરતો હતો. આરોપી પતિ છેલ્લા ઘણા સમયથી પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખતો હતો અને તેને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતો હતો. આ જ શંકાને આધારે આરોપીએ પત્નીને રસ્તામાંથી હટાવવાનો પ્લાન ઘડ્યો હતો. આ ઘટનાના દિવસે તે પત્નીને કામના બહાને વાડી વિસ્તારમાં લઈ ગયો હતો, જ્યાં તેણે ગળું દબાવી પત્નીની નિર્મમ હત્યા કરી હતી. હત્યા બાદ સમગ્ર બનાવ આત્મહત્યાનો લાગે તે માટે આરોપીએ લાશને ગળાફાંસો ખાધેલી સ્થિતિમાં લટકાવી દીધી હતી. જો કે, મૃતકના માવતરપક્ષે શંકા વ્યક્ત કરતા અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ મહત્વના પુરાવા સામે આવતા ભાયાવદર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.

ફોરેન્સિક રિપોર્ટ અને પોલીસની કડક પૂછપરછ સામે આરોપી વધુ સમય ટકી શક્યો નહોતો અને આખરે તેણે ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પતિ હિતેન્દ્ર બગડાની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર એક કુશંકાના કારણે આજે બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે, જ્યારે પિતા જેલના સળિયા પાછળ ધકેલાયો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.