Get News Alerts

Never miss breaking news updates.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજકોટના સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું

રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યાનો લાંબા સમયનો અંત લાવતો સાંઢિયા પુલ હવે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. શહેરની કનેક્ટિવિટી સુધારતા આ પ્રોજેક્ટથી હજારો વાહનચાલકોને મોટી રાહત મળવાની સાથે રોજિંદા ટ્રાફિક પ્રવાહમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 13 Jun 2026 11:26 AM IST
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજકોટના સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યુંનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજકોટના સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું

રાજકોટ રાજકોટમાં લાંબા સમયથી રાહ જોવાતી સાંઢિયા પુલ યોજના આખરે પૂર્ણ થઈ ગઈ છે. નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi દ્વારા આજે આ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકાર્પણ થતાં જ હજારો વાહનચાલકોને વર્ષોથી ચાલતી ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળી છે.

આ નવો સાંઢિયા પુલ દરરોજ અંદાજે 70 હજારથી 1 લાખ જેટલા વાહનોનો ભાર સહન કરશે, જે શહેરના ટ્રાફિક પ્રવાહને નોંધપાત્ર રીતે સરળ બનાવશે. કુલ 74.32 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલનું નવ નિર્માણ કરવામાં આવ્યું છે.

પ્રોજેક્ટનું કામ 15 માર્ચ 2024ના રોજ શરૂ થયું હતું અને લગભગ 2 વર્ષના સમયગાળા બાદ 13 જૂન 2026ના રોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. પુલની કુલ લંબાઈ 678 મીટર અને પહોળાઈ 16.40 મીટર છે, જ્યારે રેલવે ટ્રેક પરથી ક્લિયર ઊંચાઈ 6.25 મીટર રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ પુલનું કામ શરૂ થયા ત્યારથી પૂર્ણ થવા સુધી અનેક વિવાદો પણ સામે આવ્યા હતા. તેમ છતાં અંતે પ્રોજેક્ટ પૂર્ણ થતાં રાજકોટના ટ્રાફિક વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.