રાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ, એક મહિલાનું મોત

રાજકોટ શહેરમાં સામૂહિક આપઘાતના પ્રયાસની ચકચારી ઘટના સામે આવી છે. શહેરના સાધુવાસવાણી રોડ વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનામાં સ્મિતાબેન ખખરનું મોત થયું છે, જ્યારે દિલીપભાઈ ખખર સહિત અન્ય એક વ્યક્તિને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Growth Now News
Growth Now News
રાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ, એક મહિલાનું મોતરાજકોટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ, એક મહિલાનું મોત

રાજકોટ શહેરમાં સામૂહિક આપઘાતના પ્રયાસની ચકચારી ઘટના સામે આવી છે. શહેરના સાધુવાસવાણી રોડ વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનામાં સ્મિતાબેન ખખરનું મોત થયું છે, જ્યારે દિલીપભાઈ ખખર સહિત અન્ય એક વ્યક્તિને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ પરિવાર વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સામૂહિક આપઘાતના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, દિલીપભાઈ ખખર PWD વિભાગમાંથી નિવૃત્ત સરકારી કર્મચારી હોવાનું સામે આવ્યું છે. પરિવારના ત્રણ સભ્યોએ કયા સંજોગોમાં આ પગલું ભર્યું અને આ ઘટનાના મૂળમાં કયા કારણો જવાબદાર છે તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

હાલમાં દિલીપભાઈ ખખર અને અન્ય એક વ્યક્તિની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ દ્વારા પરિવારજનો તેમજ આસપાસના લોકોની પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત અને સામૂહિક આપઘાતના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ સામે આવશે.