Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટની પ્રેમવતી રેસ્ટોરન્ટમાં વાસી સેન્ડવીચ પીરસી હોવાનો આક્ષેપ, વીડિયો વાયરલ

Rajkot News: રાજકોટની પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલી સેન્ડવીચમાંથી દુર્ગંધ આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો ગ્રાહકે સોશિયલ મીડિયામાં શેર કરતાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
Admin
AdminUpdated on: 29 Jun 2026 10:47 PM IST
રાજકોટની પ્રેમવતી રેસ્ટોરન્ટમાં વાસી સેન્ડવીચ પીરસી હોવાનો આક્ષેપ, વીડિયો વાયરલરાજકોટની પ્રેમવતી રેસ્ટોરન્ટમાં વાસી સેન્ડવીચ પીરસી હોવાનો આક્ષેપ, વીડિયો વાયરલ

Rajkot News: રાજકોટની પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલી સેન્ડવીચમાંથી દુર્ગંધ આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો ગ્રાહકે સોશિયલ મીડિયામાં શેર કરતાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

ગ્રાહકના જણાવ્યા મુજબ, સેન્ડવીચમાંથી તીવ્ર દુર્ગંધ આવતાં તેમણે રેસ્ટોરન્ટના મેનેજરને જાણ કરી હતી. જો કે, મેનેજરે તે ટમેટાની સુગંધ હોવાનું જણાવ્યું હતું. તેના જવાબમાં ગ્રાહકે કહ્યું કે, ‘આ સુગંધ નહીં પરંતુ દુર્ગંધ છે.’ વીડિયો બનાવનારા ગ્રાહકે પ્રશ્ન ઉઠાવ્યો કે, ‘જો મારો દીકરો આ સેન્ડવીચ ખાઈને બીમાર પડે અને હોસ્પિટલમાં લાખો રૂપિયાનું બિલ થાય, તો તેની જવાબદારી કોણ લેશે?’

ગ્રાહકે સમગ્ર મામલે આરોગ્ય વિભાગને પણ જાણ કરી હોવાનું જણાવ્યું છે. જો કે, આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં એવી ચર્ચા પણ થઈ રહી છે કે, જો આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ આ જ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મગાવતા હોય, તો આવી સ્થિતિમાં અસરકારક કાર્યવાહી કોણ કરશે તે પણ એક સવાલ છે.

હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે, વીડિયોમાં કરાયેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હવે આરોગ્ય વિભાગ તપાસ બાદ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. આ સાથે જ આ ઘટનાને પગલે રેસ્ટોરન્ટમાં પીરસાતી ખાણીપીણીની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.