રાજકોટમાં સ્વીફ્ટ કાર અને અશોક લેલેન્ડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત

રાજકોટ નજીક કાળીપાટ ગામથી આગળ ન્યૂ ગોંડલ રિંગ રોડ-2 પર સ્વીફ્ટ કાર અને અશોક લેલેન્ડ વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં ફસાયેલા જયદીપભાઈ ભરતભાઈ વેકરીયાનું મોત નીપજતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
Rahul Desai
Rahul Desai
રાજકોટમાં સ્વીફ્ટ કાર અને અશોક લેલેન્ડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોતરાજકોટમાં સ્વીફ્ટ કાર અને અશોક લેલેન્ડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત

રાજકોટ: શહેર નજીક કાળીપાટ ગામથી આગળ ન્યૂ ગોંડલ રિંગ રોડ-2 પર સ્વીફ્ટ કાર અને અશોક લેલેન્ડ વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્વીફ્ટ કારમાં સવાર જયદીપભાઈ ભરતભાઈ વેકરીયા કારમાં જ ફસાઈ ગયા હતા.

અકસ્માતની જાણ થતાં આજી ડેમ પોલીસ, 108 ઇમરજન્સી સેવા અને બેડીપરા ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કારમાં ફસાયેલા જયદીપભાઈને બહાર કાઢ્યા હતા.

જોકે, ગંભીર ઇજાઓના કારણે જયદીપભાઈ ભરતભાઈ વેકરીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ મૃતદેહને આજી ડેમ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.