Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં હિન્દુ પરિણીતાને મુસ્લિમ શખ્સ દ્વારા ધર્મપરિવર્તન કરવા દબાણ, દુષ્કર્મ આચરી ફોટા-વીડિયો ઉતાર્યા

Rajkot Love Jihad: રાજકોટમાંથી વધુ એક લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મુસ્લિમ શખ્સના ત્રાસથી કંટાળીને હિન્દુ પરિણીતા આત્મહત્યા કરવા મજબૂર બની ગઈ છે. ત્યારે ગઈકાલે રાતે પરિણીતાએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો પતિ જોઈ જતાં તેને બચાવી લીધી હતી. તો આ સમગ્ર મામલે પીડિતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાનો પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યો છે.
Admin
AdminUpdated on: 17 Jun 2026 05:39 PM IST
રાજકોટમાં હિન્દુ પરિણીતાને મુસ્લિમ શખ્સ દ્વારા ધર્મપરિવર્તન કરવા દબાણ, દુષ્કર્મ આચરી ફોટા-વીડિયો ઉતાર્યારાજકોટમાં હિન્દુ પરિણીતાને મુસ્લિમ શખ્સ દ્વારા ધર્મપરિવર્તન કરવા દબાણ, દુષ્કર્મ આચરી ફોટા-વીડિયો ઉતાર્યા

Rajkot Love Jihad: રાજકોટમાંથી વધુ એક લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મુસ્લિમ શખ્સના ત્રાસથી કંટાળીને હિન્દુ પરિણીતા આત્મહત્યા કરવા મજબૂર બની ગઈ છે. ત્યારે ગઈકાલે રાતે પરિણીતાએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો પતિ જોઈ જતાં તેને બચાવી લીધી હતી. તો આ સમગ્ર મામલે પીડિતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાનો પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, હિન્દુ પરિણીતા અફઝલ સીદા નામના શખ્સ સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે એક વર્ષ પહેલા સંપર્કમાં આવી હતી. છેલ્લા છ મહિનાથી ધર્મ પરિવર્તન કરવા માટે તેમજ લગ્ન તોડી નાંખવા માટે હિન્દુ પરિણીતાને અફઝલ નામનો મુસ્લિમ શખ્સ દબાણ કરી રહ્યો છે. અફઝલની સાગરીત અનિશા નામની યુવતી પણ હિન્દુ પરિણીતાને લગ્ન તોડવા તેમજ અફઝલ સાથે ભાગી જવા દબાણ કરી રહી છે.

અફઝલ સીદા વિરુદ્ધ અગાઉ ત્રણ વખત FIR થઈ ચૂકી છે. જ્યારે આ મામલે પણ અફઝલ વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં યુવતીના પરિવારજનોએ અરજી આપી હતી, તેમ છતાં પોલીસે કોઈપણ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અફઝલ હિન્દુ પરિણીતાને દરગાહમાં લઈ જતો હતો. ત્યાં દોરો બાંધી પાણી પણ પીવડાવતો અને બાદમાં ધર્મ પરિવર્તન માટે ધમકીઓ આપતો હતો.

ગોંડલ રોડ ઉપર આવેલી હોટલમાં હિન્દુ પરિણીતા સાથે અફઝલે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ફોટો-વીડિયો ઉતારીને વાયરલ કરવાની ધમકી આપી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી સૌરાષ્ટ્રમાં આ પ્રકારની લવજેહાદની ઘટનાઓ સામે આવતા હાહાકાર મચી ગયો છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.