રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન મામલે તપાસ સમિતિની રચના, બિલોની તપાસ કરશે



રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન મામલે તપાસ સમિતિની રચના, બિલોની તપાસ કરશે



Rajkot Jungleshwar Demolition: રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશનના બિલ મામલે હાલ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે તપાસ સમિતિની રચના કરી છે. કુલ 5 સભ્યોની આ તપાસ સમિતિ બનાવવામાં આવી છે.
તપાસ સમિતિના અધ્યક્ષ તરીકે ડીએમસી સી.કે. નંદાણીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલ, આસિસ્ટન્ટ કમિશનર ભરત કથરોટિયા, હિસાબી અધિકારી અમિત સવજીયાણી અને ઈજનેર પરેશ અઢિયાનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સમિતિ દ્વારા જંગલેશ્વર ડિમોલિશન મામલે રજૂ કરવામાં આવેલા તમામ બિલોની એક બાદ એક ચકાસણી કરવામાં આવશે તેમજ સમગ્ર પ્રક્રિયાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે.
જો કે નોંધનીય છે કે, ડિમોલિશન દરમિયાન હાજર ન રહેલા ઇનચાર્જ ડેપ્યુટી કમિશનર કેતન જોષીની સમિતિમાંથી બાદબાકી કરવામાં આવી છે. નિષ્પક્ષ તપાસની વાતો વચ્ચે આ સમિતિની રચના અને તેની રચનામાં કેટલાક અધિકારીઓની ગેરહાજરીને લઈને શંકાઓ પણ ઊભી થઈ રહી છે.




