રાજકોટમાં ગેરકાયદેસર હથિયાર સપ્લાય સિન્ડિકેટનો પર્દાફાશ, 9 દિવસમાં 20 આરોપી ઝડપાયા

રાજકોટ પોલીસે ગેરકાયદેસર હથિયારોના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી કરીને સૌરાષ્ટ્રમાં વર્ષોથી સક્રિય રહેલા હથિયાર સપ્લાય સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. માત્ર 9 દિવસમાં 20 આરોપીઓની ધરપકડ કરી 38 ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલા સમગ્ર નેટવર્કનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
Rahul Desai
Rahul Desai
રાજકોટમાં ગેરકાયદેસર હથિયાર સપ્લાય સિન્ડિકેટનો પર્દાફાશ, 9 દિવસમાં 20 આરોપી ઝડપાયારાજકોટમાં ગેરકાયદેસર હથિયાર સપ્લાય સિન્ડિકેટનો પર્દાફાશ, 9 દિવસમાં 20 આરોપી ઝડપાયા

રાજકોટ: રાજકોટ પોલીસને ગેરકાયદેસર હથિયારોના કાળા કારોબાર સામે મોટી સફળતા મળી છે. શહેર પોલીસની PCB (પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ)એ સૌરાષ્ટ્રમાં વર્ષોથી સક્રિય રહેલા સૌથી મોટા ગેરકાયદેસર હથિયાર સપ્લાય સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.

પોલીસે માત્ર 9 દિવસની સતત કાર્યવાહીમાં 20 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 38 ગેરકાયદેસર હથિયારો કબજે કરવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સમગ્ર નેટવર્કનો માસ્ટરમાઈન્ડ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સકીલ સાદીક મન્સુરી નામનો વ્યક્તિ છે. પોલીસના જણાવ્યા અનુસાર, સકીલ મન્સુરી ધાર જિલ્લાના ચીખલીઘર ગેંગ પાસેથી રૂ.10 હજારથી 15 હજારમાં હથિયારો ખરીદતો હતો અને ત્યારબાદ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં તેનું સપ્લાય કરતો હતો.

આ કેસમાં પ્રદીપ કરપડા, જયસુખ ઉર્ફે જેસો અને ગાવસ્કર રોજાસરા સહિતના સપ્લાયરોના નામ પણ તપાસમાં સામે આવ્યા છે.

પ્રાથમિક તપાસ મુજબ રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં આ ગેરકાયદેસર હથિયારો પહોંચાડવામાં આવ્યા હતા.

હાલ પોલીસે સમગ્ર સપ્લાય નેટવર્કની કડીઓ જોડીને વધુ આરોપીઓની ધરપકડ અને હથિયાર સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.