રાજકોટમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી: ખાણીપીણીના ધંધાર્થીઓ પર દરોડા
રાજકોટમાં ખાણીપીણીના પર આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં શહેરમાં આવેલી તુલસી બેકરી, ક્રિષ્ના રેસ્ટોરન્ટ જેવી પેઢીઓ પર સવારથી જ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન 500 કિલોથી વધુ અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. જેમાં તુલસી બેકરી અને ક્રિષ્ના રેસ્ટોરન્ટ સહિતની દુકાનો સીલ કરી દેવામાં આવી છે.

Rahul DesaiUpdated on: 30 Jun 2026 02:30 PM IST

રાજકોટમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી: ખાણીપીણીના ધંધાર્થીઓ પર દરોડા
રાજકોટમાં ખાણીપીણીના પર આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં શહેરમાં આવેલી તુલસી બેકરી, ક્રિષ્ના રેસ્ટોરન્ટ જેવી પેઢીઓ પર સવારથી જ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન 500 કિલોથી વધુ અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. જેમાં તુલસી બેકરી અને ક્રિષ્ના રેસ્ટોરન્ટ સહિતની દુકાનો સીલ કરી દેવામાં આવી છે.

Rahul Desai
Updated on: 30 Jun 2026 02:30 PM IST

રાજકોટ રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં તુલસી બેકરી, ક્રિષ્ના રેસ્ટોરન્ટ, પટેલ સ્વીટ અને પટેલ વિજય સ્વીટ એન્ડ નમકીન સહિતની પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ચકાસણી દરમિયાન 500 કિલોથી વધુનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. જેમાં વાસી લોટ તેમજ અન્ય અખાદ્ય ખાદ્ય સામગ્રીનો સમાવેશ થાય છે.
આ ગંભીર અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને તુલસી બેકરી અને ક્રિષ્ના રેસ્ટોરન્ટ સહિત ચાર પેઢીઓને સીલ કરવામાં આવી છે.
સાથે જ જવાબદાર પેઢીઓને 10 હજાર રૂપિયાથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી ખાણીપીણીના ધંધાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે.
RajkotFood Department RaidFood SafetyTulsi BakeryKrishna RestaurantPatel SweetFood Inspection GujaratHealth Department Action
AUTHOR