રાજકોટ ડબલ મર્ડર કેસમાં નવો વળાંક, મૃતકના પુત્ર પાસેથી પિસ્તોલ મળતા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

રાજકોટના સોમનાથ સોસાયટી વિસ્તારમાં જમીન-મિલકતના ભાગ અને નાણાકીય લેવડદેવડના વિવાદે એક જ પરિવારને લોહીયાળ બનાવ્યો હતો. 19 જુલાઈની મોડી રાત્રે બનેલી આ ઘટનામાં 27 વર્ષીય હાર્દિક ધુળાભાઈ ધોળકિયાએ પોતાના બે સગા કાકા સુરેશભાઈ બાલાભાઈ ધોળકિયા અને રાજેશભાઈ બાલાભાઈ ધોળકિયા પર છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બંનેના સારવાર દરમિયાન મોત થતાં પોલીસે હાર્દિક સામે ડબલ મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
Growth Now News
Growth Now News
રાજકોટ ડબલ મર્ડર કેસમાં નવો વળાંક, મૃતકના પુત્ર પાસેથી પિસ્તોલ મળતા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયોરાજકોટ ડબલ મર્ડર કેસમાં નવો વળાંક, મૃતકના પુત્ર પાસેથી પિસ્તોલ મળતા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

રાજકોટના સોમનાથ સોસાયટી વિસ્તારમાં જમીન-મિલકતના ભાગ અને નાણાકીય લેવડદેવડના વિવાદે એક જ પરિવારને લોહીયાળ બનાવ્યો હતો. 19 જુલાઈની મોડી રાત્રે બનેલી આ ઘટનામાં 27 વર્ષીય હાર્દિક ધુળાભાઈ ધોળકિયાએ પોતાના બે સગા કાકા સુરેશભાઈ બાલાભાઈ ધોળકિયા અને રાજેશભાઈ બાલાભાઈ ધોળકિયા પર છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બંનેના સારવાર દરમિયાન મોત થતાં પોલીસે હાર્દિક સામે ડબલ મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ઘટના દરમિયાન થયેલી સામસામેની મારામારીમાં હાર્દિક ધોળકિયા પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. હાર્દિકની ફરિયાદના આધારે પોલીસે મૃતક સુરેશભાઈના પુત્ર લાખા ધોળકિયા, રાજેશભાઈ, શિવા ડોંડા સહિત ચાર વ્યક્તિઓ સામે છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી હત્યાની કોશિશ કરવાનો ગુનો પણ નોંધ્યો છે. હાલ હાર્દિક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ ઘટનાના અનુસંધાને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં લાખા ધોળકિયાના હાથમાં પિસ્તોલ જેવી વસ્તુ જોવા મળતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. યુનિવર્સિટી પોલીસે લાખા ધોળકિયાના નિવાસસ્થાને દરોડો પાડતાં ત્યાંથી એક બિનઅધિકૃત પિસ્તોલ અને છ જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

રાજકોટ એસીપી બી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે હત્યાની કોશિશના કેસમાં લાખા ધોળકિયાની અટકાયત કરીને તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ઉપરાંત, બિનલાયસન્સ હથિયાર રાખવાના ગુનામાં તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ અલગથી કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા અને હાલ ફરાર અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો દ્વારા કાર્યવાહી ચાલુ છે.