Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં કેબલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, આજીડેમ પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા

રાજકોટ શહેરમાં વધતી કેબલ ચોરીની ઘટનાઓ વચ્ચે આજીડેમ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ખોખડદડ અને આસપાસના વાડી વિસ્તારોમાં સતત બની રહેલા કેબલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી બે શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 09 Jun 2026 11:59 AM IST
રાજકોટમાં કેબલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, આજીડેમ પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યારાજકોટમાં કેબલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, આજીડેમ પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા

રાજકોટ રાજકોટ શહેરમાં વધતી કેબલ ચોરીની ઘટનાઓ વચ્ચે આજીડેમ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ખોખડદડ અને આસપાસના વાડી વિસ્તારોમાં સતત બની રહેલા કેબલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી બે શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસે પ્રકાશ કટેશીયા અને કરશન ઉર્ફે ઉદય મકવાણાને ચોરી કરેલા કોપર કેબલ સાથે ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 17 કિલો કોપર કેબલ, એક CNG રિક્ષા સહિત કુલ ₹1.63 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ રાજકોટ ઉપરાંત ગોંડલ, વાંકાનેર, જસદણ અને અન્ય વિસ્તારોમાં પણ કેબલ ચોરીના અનેક ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી કરશન ઉર્ફે ઉદય મકવાણા સામે અગાઉ પણ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને અન્ય ગુનાઓના ભેદ ઉકેલવાની દિશામાં તપાસ આગળ ધપાવી છે.

આજીડેમ પોલીસની આ કામગીરીથી કેબલ ચોરીની ઘટનાઓ પર અંકુશ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.