Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં ભાજપના નેતાનો જમીન વિવાદ, 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેક્ટરનો આદેશ

Rajkot News: રાજકોટમાં ભાજપના એક નેતાની જમીન કૌભાંડ જેવી ગંભીર ચર્ચાઓ વચ્ચે જિલ્લા કલેક્ટરે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાબુભાઈ માટીયાની માલિયાસણ નજીક આવેલી આશરે 9 વીઘા જમીન ખાલસા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Admin
AdminUpdated on: 10 Jun 2026 02:23 PM IST
રાજકોટમાં ભાજપના નેતાનો જમીન વિવાદ, 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેક્ટરનો આદેશરાજકોટમાં ભાજપના નેતાનો જમીન વિવાદ, 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેક્ટરનો આદેશ

Rajkot News: રાજકોટમાં ભાજપના એક નેતાની જમીન કૌભાંડ જેવી ગંભીર ચર્ચાઓ વચ્ચે જિલ્લા કલેક્ટરે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ બાબુભાઈ માટીયાની માલિયાસણ નજીક આવેલી આશરે 9 વીઘા જમીન ખાલસા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, આ જમીનની અંદાજિત કિંમત આશરે 7 કરોડ રૂપિયા છે. આરોપ છે કે, નવી શરતની આ જમીન સરકારની પૂર્વ મંજૂરી અને નિયત પ્રીમિયમ ભર્યા વિના વેચી દેવામાં આવી હતી. નિયમોના ભંગને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે જમીન ખાલસા કરવાનો નિર્ણય લીધો છે.

આ સમગ્ર મામલે બાબુભાઈ માટીયાએ પોતાની ભૂલ સ્વીકારી છે. તેમણે જણાવ્યું કે, ‘મેં પ્રીમિયમ ભર્યા વગર જમીન વેચી હતી, જે મારી ભૂલ છે. કલેક્ટર તેમજ સરકાર તરફથી જે કોઈ કાર્યવાહી કરવામાં આવશે તે હું સ્વીકારીશ.’

ઉલ્લેખનીય છે કે, અગાઉ ઇસરોના અધિકારીઓ સાથે થયેલી મારામારીની ઘટનામાં પણ બાબુભાઈ માટીયાનો પરિવાર વિવાદમાં આવ્યો હતો. હવે જમીન મામલે થયેલી કાર્યવાહીને લઈને ફરી એકવાર તેમનું નામ ચર્ચામાં આવ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર મામલે કાયદાકીય પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે, જ્યારે આ મુદ્દો સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.