Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં બાબાના દરબારમાં અફરાતફરી, ધૂણતા લોકો બેકાબૂ બનતા મારામારી

રાજકોટમાં યોજાયેલા બાબાના દરબારમાં છેલ્લા દિવસે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દરબાર દરમિયાન કેટલાક લોકો અચાનક ધૂણવા લાગ્યા હતા
Rahul Desai
Rahul DesaiUpdated on: 08 Jun 2026 11:02 AM IST
રાજકોટમાં બાબાના દરબારમાં અફરાતફરી, ધૂણતા લોકો બેકાબૂ બનતા મારામારીરાજકોટમાં બાબાના દરબારમાં અફરાતફરી, ધૂણતા લોકો બેકાબૂ બનતા મારામારી

રાજકોટ રાજકોટમાં યોજાયેલા બાબાના દરબારમાં છેલ્લા દિવસે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દરબાર દરમિયાન કેટલાક લોકો અચાનક ધૂણવા લાગ્યા હતા, જેના કારણે ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ધૂણતા કેટલાક લોકો બેકાબૂ બની ગયા હતા અને સામે આવતા લોકોને મારવા લાગ્યા હતા. થોડી જ વારમાં 20થી વધુ લોકો એકસાથે ધૂણવા લાગતા સમગ્ર સ્થળ પર ગભરાટ ફેલાયો હતો.

ઘટના દરમિયાન એક મહિલા પણ અચાનક ઉગ્ર વર્તન કરવા લાગી હતી. મહિલા બેકાબૂ બનતાં આસપાસના લોકોને સંભાળવા માટે આગળ આવવું પડ્યું હતું.

અચાનક અનેક લોકો ધૂણવા લાગતાં દરબારનું વાતાવરણ ગરમાયું હતું અને સ્થળ પર ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.