Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ, આરોપીની ધરપકડ

Rajkot Crime News: રાજકોટ શહેરના આજીડેમ ચોક વિસ્તારની એક યુવતીએ પોતાના સહકર્મચારી વિરુદ્ધ લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Admin
AdminUpdated on: 20 Jun 2026 09:14 PM IST
રાજકોટમાં લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ, આરોપીની ધરપકડરાજકોટમાં લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ, આરોપીની ધરપકડ

Rajkot Crime News: રાજકોટ શહેરના આજીડેમ ચોક વિસ્તારની એક યુવતીએ પોતાના સહકર્મચારી વિરુદ્ધ લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી ભરત ચંદ્રપાલ અને પીડિતા એક કેટરિંગ વ્યવસાયમાં સાથે કામ કરતા હતા. કામ દરમિયાન બંને વચ્ચે પરિચય થયો હતો અને ત્યારબાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. થોડા સમય બાદ બંને આરોપીની બહેનના ઘરે રહ્યા હતા અને પછી નજીકમાં ભાડાનું મકાન રાખી સાથે રહેવા લાગ્યા હતા.

ફરિયાદ અનુસાર, આરોપીએ યુવતીને રૂપિયા ભેગા થયા બાદ લગ્ન કરીશું તેવી ખાતરી આપી હતી. આ દરમિયાન આરોપીએ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતી બે વખત ગર્ભવતી બની હતી. પ્રથમ વખત અધૂરા માસે બાળકનો જન્મ થયો હતો, જે જીવિત રહ્યું ન હતું. જ્યારે બીજી વખત જન્મેલી બાળકી હાલ ત્રણ માસની હોવાનું જણાવાયું છે.

યુવતીનો આરોપ છે કે બાળકીના જન્મ બાદ આરોપી ભરત ચંદ્રપાલ તેને અને ત્રણ માસની બાળકીનો ત્યાગ કરી ફરાર થઈ ગયો હતો. જેના કારણે પીડિતાએ સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી ભરત ચંદ્રપાલની ધરપકડ કરી છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.