પ્રિયંકા ચોપરાના જન્મદિવસે ‘વારાણસી’માંથી ‘મંદાકિની’નો ફર્સ્ટ લુક જાહેર

વૈશ્વિક ઓળખ ધરાવતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાના જન્મદિવસના અવસરે નિર્દેશક એસ.એસ. રાજામૌલી અને ફિલ્મ ‘વારાણસી’ની ટીમે તેમના પાત્ર ‘મંદાકિની’નો પ્રથમ લુક જાહેર કર્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ પોસ્ટર્સે ચાહકોમાં ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ વધુ વધારી દીધો છે.
Growth Now News
Growth Now News
પ્રિયંકા ચોપરાના જન્મદિવસે ‘વારાણસી’માંથી ‘મંદાકિની’નો ફર્સ્ટ લુક જાહેરપ્રિયંકા ચોપરાના જન્મદિવસે ‘વારાણસી’માંથી ‘મંદાકિની’નો ફર્સ્ટ લુક જાહેર

વૈશ્વિક ઓળખ ધરાવતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાના જન્મદિવસના અવસરે નિર્દેશક એસ.એસ. રાજામૌલી અને ફિલ્મ ‘વારાણસી’ની ટીમે તેમના પાત્ર ‘મંદાકિની’નો પ્રથમ લુક જાહેર કર્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ પોસ્ટર્સે ચાહકોમાં ફિલ્મ પ્રત્યેનો ઉત્સાહ વધુ વધારી દીધો છે.

રાજામૌલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રિયંકાની બે અલગ-અલગ તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીરમાં પ્રિયંકા કાળા રંગના કોર્સેટ-સ્ટાઇલ આઉટફિટમાં ગંભીર અને તીવ્ર અભિવ્યક્તિ સાથે જોવા મળે છે. ગરમ એમ્બર લાઇટિંગ ધરાવતો બેકગ્રાઉન્ડ તેમના પાત્રની શક્તિશાળી અને રહસ્યમય છબી રજૂ કરે છે.

બીજી તસવીરમાં પ્રિયંકા સંપૂર્ણપણે અલગ અંદાજમાં નજરે પડે છે. સફેદ ક્રોપ ટોપ, કાળા કાર્ગો પેન્ટ અને બેજ રંગની જેકેટમાં તેઓ ખુશમિજાજ અંદાજમાં હાથ ફેલાવીને હવામાં ઉછળતા જોવા મળે છે. આ લુક તેમના પાત્રના નિર્ભય અને જીવંત સ્વભાવને દર્શાવે છે.

રાજામૌલીએ પોસ્ટ સાથે લખ્યું કે, “જ્યારે તે સ્મિત કરે છે ત્યારે ખૂબ જ મીઠી અને શાંતિદાયક લાગે છે, પરંતુ જ્યારે સ્મિત કરતી નથી ત્યારે તેના ગુસ્સા અને તેજમાં આગ જેવી તીવ્રતા દેખાય છે.”

ફિલ્મના સહ-અભિનેતા મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારને પણ સોશિયલ મીડિયા પર પ્રિયંકાનો ફર્સ્ટ લુક શેર કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

‘વારાણસી’ દ્વારા પ્રિયંકા ચોપરા ભારતીય સિનેમામાં ફરી વાપસી કરી રહી છે. ફિલ્મમાં મહેશ બાબુ ‘રુદ્ર’ અને પૃથ્વીરાજ સુકુમારન ‘કુંભા’ નામના વિલનની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે પ્રિયંકા ‘મંદાકિની’નું પાત્ર ભજવશે. અગાઉ આ ફિલ્મનું કામચલાઉ શીર્ષક ‘ગ્લોબટ્રોટર’ હોવાનું કહેવાતું હતું. બાદમાં હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં ‘વારાણસી’ નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મ આગામી વર્ષે એપ્રિલમાં રિલીઝ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.