Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીનું મોત, પોલીસ તપાસ શરૂ

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. NEET પરીક્ષાની તૈયારી કરી રહેલા 17 વર્ષીય વિદ્યાર્થીનું ફ્લેટની ઊંચાઈ પરથી નીચે પડતાં મોત થયું છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 Jun 2026 01:57 PM IST
અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીનું મોત, પોલીસ તપાસ શરૂઅમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીનું મોત, પોલીસ તપાસ શરૂ

અમદાવાદ અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં વહેલી સવારે એક દુઃખદ ઘટના સામે આવી છે. NEET પરીક્ષાની તૈયારી કરી રહેલા 17 વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં સાબરમતી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વિદ્યાર્થી NEETની તૈયારી કરતો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના દરમિયાન વિદ્યાર્થી ફ્લેટના બી બ્લોકમાં રહેતો હતો. જોકે, આ ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ઘટનામાં વિદ્યાર્થીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. પોલીસે પરિવારજનો અને અન્ય સંબંધિત લોકોના નિવેદનોના આધારે તપાસ આગળ વધારી છે.
 

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.