જામનગરના સપડા સિદ્ધિવિનાયક મંદિરે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની મુલાકાત



જામનગરના સપડા સિદ્ધિવિનાયક મંદિરે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની મુલાકાત



જામનગર જામનગર જિલ્લાના સપડા ગામ સ્થિત સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ભગવાન ગણપતિના દર્શન કરી રાજ્યના સુખ, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા.

મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ મંદિર ખાતે ચાલી રહેલા વિકાસકાર્યો, યાત્રાળુઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ તેમજ સ્વચ્છતા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમણે મંદિર પરિસરમાં ભક્તોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી સૂચનો પણ આપ્યા હતા.
આ પ્રસંગે પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ધાર્મિક પર્યટનને વધુ વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે. ગુજરાતના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોના સર્વાંગી વિકાસ દ્વારા યાત્રાળુઓને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
મંત્રીશ્રીની મુલાકાત દરમિયાન મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના સપડા ગામે આરોગ્ય મંત્રીના આગમનને લઈને ભક્તોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.




