Get News Alerts

Never miss breaking news updates.

ફિફા વર્લ્ડ કપમાં પોર્ટુગલને ઝટકો! ડીઆર કોંગો સામે 1-1થી ડ્રો, રોનાલ્ડો રહ્યા ફિક્કા

ફિફા વર્લ્ડ કપ 2026માં પોર્ટુગલને પ્રથમ જ મેચમાં નિરાશા હાથ લાગી હતી. સ્ટાર ફૂટબોલર Cristiano Ronaldoની હાજરી છતાં પોર્ટુગલ ડીઆર કોંગો સામે 1-1થી ડ્રો રમ્યું હતું. 52 વર્ષ બાદ વર્લ્ડ કપમાં પરત ફરેલા ડીઆર કોંગોએ શાનદાર રમત બતાવીને ઐતિહાસિક પોઈન્ટ મેળવ્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 Jun 2026 10:47 AM IST
ફિફા વર્લ્ડ કપમાં પોર્ટુગલને ઝટકો! ડીઆર કોંગો સામે 1-1થી ડ્રો, રોનાલ્ડો રહ્યા ફિક્કાફિફા વર્લ્ડ કપમાં પોર્ટુગલને ઝટકો! ડીઆર કોંગો સામે 1-1થી ડ્રો, રોનાલ્ડો રહ્યા ફિક્કા

હ્યુસ્ટન: ફિફા વર્લ્ડ કપ 2026માં પોર્ટુગલની શરૂઆત નિરાશાજનક રહી છે. ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચમાં પોર્ટુગલને ડીઆર કોંગો સામે 1-1ના ડ્રોથી સંતોષ માનવો પડ્યો. સ્ટાર ખેલાડી Cristiano Ronaldo સમગ્ર મેચ દરમિયાન ખાસ અસર છોડી શક્યા નહોતા અને ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

મેચની માત્ર 6મી મિનિટે જોાઓ નેવેસે પેડ્રો નેટોના ક્રોસ પર શાનદાર હેડર ફટકારી પોર્ટુગલને 1-0ની લીડ અપાવી હતી. જોકે, પ્રથમ હાફના વધારાના સમયમાં ડીઆર કોંગોએ વાપસી કરી હતી. આર્થર માસુઆકૂના ક્રોસ પર વિસાએ હેડરથી ગોલ ફટકારી સ્કોર 1-1 કરી દીધો હતો. આ ગોલ ડીઆર કોંગોના વર્લ્ડ કપ ઈતિહાસનો પ્રથમ ગોલ બન્યો હતો.

બીજા હાફમાં પોર્ટુગલે સતત દબાણ બનાવ્યું હતું અને બોલ પર કબજો જાળવી રાખ્યો હતો. જો કે, ટીમને વિજયી ગોલ મળ્યો નહોતો. જોાઓ કેન્સેલોએ ઓવરહેડ કિકથી ગોલ કર્યો હતો, પરંતુ ઓફસાઇડ હોવાના કારણે તેને અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો.

52 વર્ષ બાદ વર્લ્ડ કપમાં પરત ફરેલી ડીઆર કોંગોની ટીમ માટે આ પરિણામ ઐતિહાસિક રહ્યું હતું. ટીમે વર્લ્ડ કપમાં પોતાનો પ્રથમ પોઈન્ટ મેળવ્યો હતો અને મજબૂત પોર્ટુગલને અટકાવી સૌને ચોંકાવી દીધા હતા.

જોકે રોનાલ્ડો ગોલ કરી શક્યા નહોતા, તેમણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 41 વર્ષ અને 132 દિવસની ઉંમરે તેઓ વર્લ્ડ કપ ઈતિહાસમાં પ્લેઇંગ ઇલેવનમાં રમનાર સૌથી વધુ ઉંમરના આઉટફિલ્ડ ખેલાડી બન્યા હતા. ઉપરાંત, આ તેમનો 23મો વર્લ્ડ કપ મેચ રહ્યો હતો, જેના કારણે તેઓ Paolo Maldiniની બરાબરી સાથે ઓલ-ટાઇમ યાદીમાં ચોથા સ્થાને પહોંચ્યા હતા.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.