Get News Alerts

Never miss breaking news updates.

G7 સમિટમાં આજે ભાગ લેશે PM મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સના એવિયાન શહેરમાં યોજાનારી G7 શિખર સંમેલનમાં ભાગ લેશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંના આમંત્રણ પર યોજાતા આ સંમેલનમાં વૈશ્વિક અર્થતંત્ર, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), ટકાઉ વિકાસ અને આંતરરાષ્ટ્રીય સહકાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે.
Admin
AdminUpdated on: 16 Jun 2026 10:27 AM IST
G7 સમિટમાં આજે ભાગ લેશે PM મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશેG7 સમિટમાં આજે ભાગ લેશે PM મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે

PM Modi Attend G7 Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સના એવિયાન શહેરમાં યોજાનારી G7 શિખર સંમેલનમાં ભાગ લેશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંના આમંત્રણ પર યોજાતા આ સંમેલનમાં વૈશ્વિક અર્થતંત્ર, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), ટકાઉ વિકાસ અને આંતરરાષ્ટ્રીય સહકાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે.

એવિયાન પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ મેક્રોં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરશે. G7 સમિટની આ વર્ષની થીમ “નવી ભાગીદારીઓનું નિર્માણ અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનઃનિર્માણ” રાખવામાં આવી છે. સંમેલનમાં G7 દેશોના નેતાઓ ઉપરાંત ભાગીદાર દેશો અને વર્લ્ડ બેંક સહિતના આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે.

સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી બ્રિટનના વડાપ્રધાન કિયર સ્ટાર્મર, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠકોમાં વેપાર, રોકાણ અને વૈશ્વિક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

આ ઉપરાંત, 17 જૂને વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરશે. વ્હાઇટ હાઉસ દ્વારા આ મુલાકાતની પુષ્ટિ કરવામાં આવી છે. બંને નેતાઓ ભારત-અમેરિકા વેપાર કરાર અંગે ચાલી રહેલી પ્રગતિની સમીક્ષા કરી શકે છે. લાંબા સમય બાદ યોજાનારી આ મુલાકાત પર આંતરરાષ્ટ્રીય રાજકીય વર્તુળોની ખાસ નજર રહેશે.

નોંધનીય છે કે વડાપ્રધાન મોદી સાતમી વખત G7 સમિટમાં ભાગ લઈ રહ્યા છે. ભારતની સતત હાજરી વૈશ્વિક મંચ પર દેશના વધતા પ્રભાવ અને શાંતિ, સુરક્ષા, વિકાસ તેમજ પર્યાવરણીય સ્થિરતા જેવા મુદ્દાઓમાં તેની સક્રિય ભૂમિકાને દર્શાવે છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.