પીએમ-કિસાન યોજનાનો 23મો હપ્તો આવતીકાલે જમા થશે, ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોને મળશે રૂ.1,025 કરોડ



ફાઈલ ફોટો
પીએમ-કિસાન યોજનાનો 23મો હપ્તો આવતીકાલે જમા થશે, ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોને મળશે રૂ.1,025 કરોડ



ફાઈલ ફોટો
ગાંધીનગર: વડાપ્રધાન Narendra Modi આવતીકાલે 20 જૂને પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. આ પ્રસંગે તેઓ દેશભરના કરોડો ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ પણ કરશે.
23મા હપ્તા અંતર્ગત દેશના 9.44 કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં સીધા DBT મારફતે રૂ.18,880 કરોડથી વધુની સહાય જમા કરવામાં આવશે. જેમાં ગુજરાતના અંદાજે 51.28 લાખ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ.1,025 કરોડથી વધુની રકમ સીધી જમા થશે.
આ રાષ્ટ્રીય કાર્યક્રમને અનુરૂપ ગાંધીનગર ટાઉનહોલ ખાતે રાજ્યસ્તરીય ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’નું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્યના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે.
રાજ્યભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, માર્કેટ યાર્ડ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO), પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો અને પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ (PACS) ખાતે વડાપ્રધાનના સંબોધનના જીવંત પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે PM-KISAN યોજના હેઠળ અત્યાર સુધી દેશના 11 કરોડથી વધુ ખેડૂતોને 22 હપ્તા મારફતે રૂ.4.28 લાખ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં 69 લાખથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને અત્યાર સુધી રૂ.23,083 કરોડથી વધુની સીધી નાણાકીય સહાય મળી ચૂકી છે.




