ગુજરાતના વાડીનારમાં બનશે શિપ રિપેર ક્લસ્ટર, India-UAE વચ્ચે MoU



ગુજરાતના વાડીનારમાં બનશે શિપ રિપેર ક્લસ્ટર, India-UAE વચ્ચે MoU



PM Modi UAE Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની UAE મુલાકાત દરમિયાન ભારત અને United Arab Emirates વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરારો અને સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ મુલાકાતને ભારત-UAE સંબંધોમાં એક નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહી છે.
મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સ્ટ્રેટેજિક ડિફેન્સ પાર્ટનરશિપને વધુ મજબૂત બનાવતી મહત્વપૂર્ણ સમજૂતી થઈ હતી. આ સાથે જ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વને લઈને પણ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે ભારતની ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
LPG સપ્લાયને લઈને પણ બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ કરારો થયા છે, જેના કારણે ઊર્જા ક્ષેત્રમાં સહકાર વધુ મજબૂત બનશે. આ ઉપરાંત ગુજરાતના વાડીનાર ખાતે શિપ રિપેર ક્લસ્ટર સ્થાપવા માટે પણ MoU સાઇન કરવામાં આવ્યો છે, જેનાથી રાજ્યમાં ઔદ્યોગિક અને મેરિટાઇમ વિકાસને વેગ મળશે.
UAE દ્વારા ભારતમાં 5 અબજ અમેરિકન ડોલરના રોકાણની જાહેરાત પણ કરવામાં આવી છે. આ રોકાણ ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, RBL Bank અને Samman Capital સહિતના વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવશે. PM મોદીની આ મુલાકાત દરમિયાન થયેલા કરારો અને રોકાણની જાહેરાતોથી ભારત-UAE વચ્ચેના આર્થિક, વ્યૂહાત્મક અને વેપારી સંબંધોને વધુ વેગ મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.




