દશકાઓથી દીવ-દમણે વિકાસના સપનાં જોયા, આજની પેઢી વિકાસ જોઈ રહી છેઃ નરેન્દ્ર મોદી



દશકાઓથી દીવ-દમણે વિકાસના સપનાં જોયા, આજની પેઢી વિકાસ જોઈ રહી છેઃ નરેન્દ્ર મોદી



Narendra Modi Daman Speech: PM નરેન્દ્ર મોદીએ દમણમાં જાહેર સભા સંબોધી હતી. તેમણે કહ્યુ હતુ કે, આજે લક્ષદ્વીપના વિકાસની એક નવી શરૂઆત થશે. આખા ભારતની ઝલક અહીં દેખાય છે. મને ઘણી વખત દમણ આવવાનો મોકો મળ્યો છે, હું જ્યારે સીએમ અને પીએમ નહોતો ત્યારે પણ ઘણી વખત અહીં આવ્યો હતો.
તેઓ વધુમાં કહે છે કે, દમણ અને દીવે દશકાઓથી વિકાસના સપનો જોયા હતા. આજની પેઢી આ વિકાસ જોઈ રહી છે. વિકાસના આ કામો દમણના યુવાનો માટે નવા અવસર પ્રદાન કરશે. વડાપ્રધાને કહ્યું કે, વર્ષ 2025-26માં ભારતે 7.7 ટકાની ગ્રોથરેટ હાંસલ કરી છે. ભારતની અર્થવ્યવસ્થા ખુબ મજબૂત બની છે. આખી દુનિયાની અર્થવ્યવસ્થા સવાલો અને નિશાનો વચ્ચે દબાઈ ગઈ છે. વૈશ્વિક સંકટ વચ્ચે પણ 140 કરોડ દેશવાસીઓના પ્રયાસોથી ભારત આગળ વધી રહ્યો છે. દેશ તમામ મુશ્કેલીનો સામનો કરીને તેજ ગતિથી આગળ વધતો રહેશે તે મારી દેશવાસીઓને ગેરંટી છે
તેઓ ઉમેરે છે કે, જે કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરાયું છે તેમજ સાથે એક લાખ વૃક્ષોનું પણ વાવેતર થઈ રહ્યું છે મને ગર્વ છે કે, આ એક એવું કેન્દ્રશાસિત પ્રદેશ છે જેણે સરકારી ઈમારતોમાં 100 ટકા સૌર ઊર્જાની ઉપલબ્ધિ હાંસલ કરી છે. આજે દીવમાં દિવસમાં જેટલી વીજળીની જરૂરિયાત હોય છે તે સોલરપાવરથી જ પૂરી થઈ રહી છે, ઘરોમાં પણ સોલર ઊર્જાથી વીજળી મળે અને પરિવારને વધુ કમાણી થઈ શકે તે માટે રૂફટોપ સોલાર પ્લાન્ટ લગાવવાની પહેલ પણ શરૂ થઈ છે.
તેઓ જણાવે છે કે, મને યાદ છે હું છેલ્લે જ્યારે સેલવાસ આવ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે, એક સમયે સિંગાપુર માછીમારોનું એક નાનું ગામ હતું પણ ત્યાંના લોકોએ એક સપનું જોયું અને એક લક્ષ્ય તૈયાર કર્યું, આજે તે જ સિંગાપુર દુનિયાનું સૌથી મોટી બિઝનેસ હબ બની ગયું છે. આ દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ પર તે જ સપનું જોઈ રહી છે. નમો એરપોર્ટ, દમણ ગંગા નદી પર બનનારો આઈકોનિક બ્રિજ સહિતના પ્રોજેક્ટથી બિઝનેસ માટે નવી સંભાવના પ્રાપ્ત થશે દમણના બન્ને કિનારે વિકાસની ગતિ તેજ થશે.




