હાલારી પાઘડીમાં PM મોદીનું જામનગરમાં સંબોધન, કહ્યું - પશ્ચિમ બંગાળ જેવી ચૂંટણી ક્યારેય નથી જોઈ



હાલારી પાઘડીમાં PM મોદીનું જામનગરમાં સંબોધન, કહ્યું - પશ્ચિમ બંગાળ જેવી ચૂંટણી ક્યારેય નથી જોઈ



PM Narendra Modi Jamanagr Visit: વડાપ્રધાન બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેઓ 10મી મેના દિવસે સાંજે જામનગર પહોંચ્યા હતા. ત્યાં તેમણે લાલ બંગલા સર્કલ ખાતે આયોજિત જનસભાને સંબોધન કર્યું હતું. પશ્ચિમ બંગાળ સહિત દેશના અન્ય રાજ્યોના લોકો વડાપ્રધાનને આવકારવા મોટી સંખ્યામાં લાલ બંગલો સર્કલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
સંબોધનમાં વડાપ્રધાને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને લાંબા સમયથી મળી રહેલું જનસમર્થન, સોમનાથ સ્વાભિમાન પર્વ અને તાજેતરમાં બંગાળમાં થયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, બંગાળ ચૂંટણીના પરિણામની ગુજરાત સહિત સમગ્ર દેશમાં પણ ઉજવણી થઈ હતી. આવી ચૂંટણી મેં અત્યાર સુધી જોઈ નથી.
જનસભાને સંબોધન કર્યા બાદ પીએમ મોદી રાત્રિરોકાણ માટે સર્કિટ હાઉસ રવાના થયા હતા. આવતીકાલે 11 મેના રોજ સોમનાથ મહાદેવના નૂતન મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. જેમાં પીએમ મોદી ભાગ લેશે અને ત્યારબાદ વડોદરા જવા રવાના થશે. વડોદરામાં પણ એક વિશાળ જાહેર સભાને સંબોધશે.




