ફોટો ગેલેરી

WTC 2025-27 એડિશનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

WTC ની ચોથી સિઝન હાલમાં ચાલી રહી છે, જેની ફાઈનલ 2027માં યોજાશે. અત્યાર સુધી આ એડિશનમાં ઘણા બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ બોલર્સ કોણ છે.
Nancy Shukla
1 / 5
Gallery Image 1

તાજેતરમાં પૂર્ણ થયેલ સાઉથ આફ્રિકા પ્રવાસ ઓસ્ટ્રેલિયન ટીમ માટે નિરાશાજનક રહ્યો હોવા છતાં, મિચેલ સ્ટાર્ક હજુ પણ પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કરવામાં સફળ રહ્યો. સ્ટાર્ક હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2025-27 એડિશનમાં અગ્રણી વિકેટ લેનારા બોલર્સના લિસ્ટમાં ટોપનું સ્થાન ધરાવે છે. સ્ટાર્કે 13 ટેસ્ટ મેચોમાં 25 ઈનિંગમાં બોલિંગ કરી છે, જેમાં 17.9 ની એવરેજથી 73 વિકેટ લીધી છે, જેમાં 5 વખત 5 વિકેટનો સમાવેશ થાય છે.

2 / 5
Gallery Image 2

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 માં ઈંગ્લેન્ડનું પ્રદર્શન અપેક્ષા મુજબ ન રહ્યું હોય, પરંતુ તેમના ઝડપી બોલર જોશ ટોંગે પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. જોશ ટોંગે WTC 2025-27 એડિશનમાં 12 મેચમાં 24 ઈનિંગમાં 25.35 ની એવરેજથી 64 વિકેટ લીધી છે, જે યાદીમાં બીજા ક્રમે છે. ટોંગે આ સમયગાળા દરમિયાન ત્રણ વખત 5 વિકેટ લીધી છે.

3 / 5
Gallery Image 3

ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં પૂર્ણ થયેલી ટેસ્ટ સિરીઝમાં સાઉથ આફ્રિકાની જીતમાં સ્પિન બોલર સિમોન હાર્મરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2025-27 એડિશનમાં વિકેટ લેનારા બોલર્સના લિસ્ટમાં હાર્મર હાલમાં ત્રીજા નંબરે છે. સિમોન હાર્મરે 7 ટેસ્ટ મેચ રમી છે, 14 ઈનિંગમાં બોલિંગ કરી છે અને 19.09 ની એવરેજથી 44 વિકેટ લીધી છે, જેમાં 3 વખત 5 વિકેટનો સમાવેશ થાય છે.

4 / 5
Gallery Image 4

મોહમ્મદ સિરાજ હાલમાં WTC 2025-27 એડિશનમાં લમાં ભારતીય ટીમ માટે ટોચના પાંચ વિકેટ લેનારા બોલરોમાં ચોથા નંબરે છે. સિરાજે WTC 2025-27 એડિશનમાં 11 મેચમાં 21 ઈનિંગમાં બોલિંગ કરી છે, જેમાં 26.81 ની એવરેજથી 43 વિકેટ લીધી છે. સિરાજ પાસે હવે ન્યૂઝીલેન્ડ સામેની આગામી ટેસ્ટ સિરીઝમાં યાદીમાં ઉપર જવાની શાનદાર તક છે.

5 / 5
Gallery Image 5

વિશ્વ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં બેસ્ટ ફાસ્ટ બોલરોમાંના એક ગણાતા જોફ્રા આર્ચર હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 2025-27 એડિશનમાં ટોચના વિકેટ લેનારા બોલર્સના લિસ્ટમાં પાંચમા ક્રમે છે. આર્ચરે 10 ટેસ્ટ મેચમાં 20 ઈનિંગમાં બોલિંગ કરી છે, જેમાં 26.17 ની એવરેજથી 41 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન જોફ્રા આર્ચરે એક ઈનિંગમાં પાંચ વિકેટ લીધી છે.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.