Ramayana: રિલીઝ પહેલાં જ રણબીર કપૂરની 'રામાયણ'એ કરી 150 કરોડ રૂપિયાથી વધુની કમાણી

Ramayana: રણબીર કપૂરની ફિલ્મ રામાયણે રિલીઝ પહેલાં વિશ્વભરમાં 151 કરોડ રૂપિયાનું એડવાન્સ બુકિંગ કર્યું છે. પરંતુ ધુરંધર 2ના 200 કરોડ રૂપિયાના રેકોર્ડથી પાછળ રહી.
Nancy Shukla
Ramayana: 'રામાયણ'એ રિલીઝ પહેલાં કરી અધધ કમાણીRamayana: 'રામાયણ'એ રિલીઝ પહેલાં કરી અધધ કમાણી

Ramayana: 'રામાયણ'એ રિલીઝ પહેલાં કરી અધધ કમાણી

Ramayana: રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી અને રવિ દુબે સ્ટારર ફિલ્મ 'રામાયણ' રિલીઝ પહેલાં જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 5 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થનારી આ ફિલ્મને એડવાન્સ બુકિંગમાં શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. રિલીઝ પહેલાં જ ભારતમાં ફિલ્મની ટિકિટનું વેચાણ 100 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે, જ્યારે વિશ્વભરમાં આ આંકડો 150 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો છે. પરંતુ આટલી જબરદસ્ત બુકિંગ છતાં રણબીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2'નો રેકોર્ડ તોડવામાં 'રામાયણ' પાછળ રહી ગઈ છે.

'રામાયણ'ને ભારતીય સિનેમાની અત્યાર સુધીની સૌથી મોટા બજેટની ફિલ્મ ગણાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ફિલ્મ પાસેથી બોક્સ ઓફિસ પર મોટી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે.

'રામાયણ'નું એડવાન્સ બુકિંગ કલેક્શન કેટલું?

સેકનિલ્કના આંકડા મુજબ 4 નવેમ્બરે બપોરે 2 વાગ્યા સુધી ભારતમાં 'રામાયણ'ની બ્લોક સીટ સહિત કુલ 28.12 લાખ ટિકિટ બુક થઈ ચૂકી હતી. તેના દ્વારા ફિલ્મે 106.17 કરોડ રૂપિયાનું એડવાન્સ બુકિંગ કલેક્શન નોંધાવ્યું હતું. આ આંકડા 5થી 9 નવેમ્બર સુધીના પ્રથમ 5 દિવસના છે.

ફિલ્મના પહેલા દિવસ એટલે કે 5 નવેમ્બર માટે 10.80 લાખ ટિકિટનું બુકિંગ થયું હતું, જેના દ્વારા 41.33 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. હજુ બુકિંગ ચાલુ હોવાથી આ આંકડામાં વધારો થવાની શક્યતા છે.

'ધુરંધર 2'નો રેકોર્ડ તોડવામાં રહી પાછળ

રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2'એ પહેલા દિવસના એડવાન્સ બુકિંગમાં બ્લોક સીટ સહિત 62.43 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. તેની સરખામણીમાં 'રામાયણ'નું અત્યાર સુધીનું પ્રથમ દિવસનું બુકિંગ ઓછું છે. રિલીઝ પહેલાં બુકિંગ વધવાની શક્યતા હોવા છતાં 'ધુરંધર 2'ને પાછળ છોડવું મુશ્કેલ લાગી રહ્યું છે.

વર્લ્ડવાઈડ બુકિંગ 151 કરોડ રૂપિયાને પાર

ભારતમાં 'રામાયણ'નું એડવાન્સ બુકિંગ 106.17 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે, જ્યારે વિદેશમાં આશરે 45 કરોડ રૂપિયાની ટિકિટનું વેચાણ થયું છે. આમ, વિશ્વભરમાં ફિલ્મનું કુલ એડવાન્સ બુકિંગ આશરે 151 કરોડ રૂપિયા થયું છે.

બીજી તરફ, 'ધુરંધર 2'એ રિલીઝ પહેલાં જ તેના પ્રથમ વીકએન્ડ માટે વિશ્વભરમાં 200 કરોડ રૂપિયાની ટિકિટનું વેચાણ કર્યું હતું. તેમાં વિદેશી બજારનો હિસ્સો આશરે 80 કરોડ રૂપિયા હતો. આમ એડવાન્સ બુકિંગના મામલે 'રામાયણ'ને હજુ 'ધુરંધર 2'નો રેકોર્ડ પાર કરવાનો પડકાર છે. હવે ફિલ્મ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: Rough And Tough Kanya: ‘રફ એન્ડ ટફ કન્યા’ના ટ્રેલરની સ્ટાર્સે કરી પ્રશંસા, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ?