ફોટો ગેલેરી

Urvil Patel: ઉર્વિલ પટેલે રણજી ટ્રોફીમાં પહેલીવાર ફટકારી બેવડી સદી

Urvil Patel: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કેરળ સામે ઉર્વિલ પટેલે ધમાકેદાર બેવડી સદી ફટકારી. આ તેના કરિયરની પહેલી બેવડી સદી છે.
Nancy Shukla
1 / 5
Gallery Image 1

રણજી ટ્રોફીમાં ગુજરાતના વિકેટકીપર ઉર્વિલ પટેલે કેરળના બોલર્સની કમર તોડી પાડી. છઠ્ઠા નંબર પર બેટિંગ કરતા રાઈટ હેન્ડના બેટ્સમેને શાનદાર બેવડી સદી ફટકારી હતી.

2 / 5
Gallery Image 2

ઉર્વિલ પટેલે માત્ર 214 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી. તેને પોતાની ઈનિંગમાં 6 છગ્ગા અને 17 ચોગ્ગા ફટકાર્યા હતા.

3 / 5
Gallery Image 3

આ બેવડી સદી ઉર્વિલ પટેલ માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આ તેની ફર્સ્ટ ક્લાસ કરિયરની પહેલી બેવડી સદી છે. ઉર્વિલ પટેલે રેડ-બોલ ક્રિકેટમાં 3 સદી ફટકારી છે.

4 / 5
Gallery Image 4

ઉર્વિલ પટેલે પણ પોતાની બેવડી સદીથી ગુજરાતને બચાવ્યું. એક સમયે ગુજરાતે ફક્ત 189 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ઉર્વિલ પટેલે વિશાલ જયસ્વાલ સાથે મળીને 217 બોલમાં 179 રન બનાવીને કેરળને પાછળ છોડી દીધું.

5 / 5
Gallery Image 5

ઉર્વિલ પટેલને T20 અને ODI ક્રિકેટમાં ટોપના બેટ્સમેન માનવામાં આવે છે, પરંતુ ગુજરાતના આ વિકેટકીપર હવે લાલ બોલથી પણ પોતાનું કૌશલ્ય બતાવવાનું શરૂ કરી દીધું છે. ઉર્વિલ આ રણજી ટ્રોફી સીઝનની પહેલી મેચમાં 85, બીજી મેચમાં 23 અને ત્રીજી મેચમાં 96 રન બનાવ્યા હતા. હવે તેને બેવડી સદી ફટકારી છે.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.