IPL 2027: SRHમાં મોટા ફેરફારની શક્યતા, લિયામ લિવિંગસ્ટોન માટે CSK કરી શકે છે ટ્રેડ ઓફર

IPL 2027: IPL 2027 પહેલાં CSK લિયામ લિવિંગસ્ટોનને SRHમાંથી ટ્રેડ કરવા પ્રયાસ કરી શકે છે. ખલીલ અહેમદ સહિત અન્ય ખેલાડીઓનાં નામ પણ ચર્ચામાં છે.
Nancy Shukla
IPL 2027: લિયામ લિવિંગસ્ટોન માટે CSKની SRH સાથે વાતચીતIPL 2027: લિયામ લિવિંગસ્ટોન માટે CSKની SRH સાથે વાતચીત

IPL 2027: લિયામ લિવિંગસ્ટોન માટે CSKની SRH સાથે વાતચીત

IPL 2027: IPL 2027ના ઓક્શ પહેલાં ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે ખેલાડીઓના ટ્રેડને લઈને ચર્ચાઓ તેજ બની છે. હાર્દિક પંડ્યાના સંભવિત ટ્રેડની ચર્ચા વચ્ચે હવે ઈંગ્લેન્ડના વિસ્ફોટક ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનનું નામ પણ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ચેન્નાઈ સુપર કિંગ્સ લિવિંગસ્ટોનને પોતાની ટીમમાં સામેલ કરવા માટે સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે વાતચીત કરી રહી છે. પરંતુ હૈદરાબાદે હજુ સુધી આ પ્રસ્તાવ અંગે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી.

મીડિયા રિપોર્ટ મુજબ CSK લિવિંગસ્ટોનને ટ્રેડ કરવાની શક્યતાઓ ચકાસી રહી છે. SRHએ ગત ઓક્શનમાં આ ઓલરાઉન્ડરને 13 કરોડ રૂપિયાની મોટી કિંમતે ખરીદ્યો હતો. પરંતુ ગત સિઝનમાં તેના નિરાશાજનક પ્રદર્શન બાદ ફ્રેન્ચાઇઝી તેના ભવિષ્ય અંગે વિચાર કરી રહી હોવાનું કહેવાય છે. હાલ આ તમામ ચર્ચાઓ પ્રારંભિક તબક્કામાં છે.

ગત સિઝનમાં લિવિંગસ્ટોનનું નિરાશાજનક પ્રદર્શન

33 વર્ષના લિયામ લિવિંગસ્ટોન માટે IPLની છેલ્લી સિઝન ખાસ રહી ન હતી. તે SRH તરફથી માત્ર 2 મેચ રમ્યો હતો અને તેના બેટમાંથી ફક્ત 15 રન આવ્યા હતા. ત્યારબાદ તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું ન હતું. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે પણ તેને તક મળી ન હતી.

SRHએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુમાંથી રિલીઝ થયા બાદ લિયામ લિવિંગસ્ટોનને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. અગાઉ RCBએ મેગા ઓક્શનમાં તેને 8.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ તે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો ન હતો.

ખલીલ અહેમદનું નામ પણ ચર્ચામાં

સંભવિત ટ્રેડમાં CSK તરફથી કયા ખેલાડીઓને SRH સમક્ષ ઓફર કરવામાં આવશે તે અંગે હજુ સ્પષ્ટતા નથી. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ ઝડપી બોલર ખલીલ અહેમદનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મીડિયા રિપોર્ટ મુજબ ખલીલ સિવાય CSKના અન્ય એક ખેલાડીનું નામ પણ આ ચર્ચામાં સામેલ છે.

17 નવેમ્બર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે

હાલ વિવિધ ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે ખેલાડીઓના ટ્રેડને લઈને વાતચીત ચાલી રહી છે. પરંતુ કોઈપણ ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. આ ટ્રેડ થઈ પણ શકે છે અને નહીં પણ થાય. IPL ફ્રેન્ચાઈઝીઓ માટે ખેલાડીઓને રિટેન કરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર હોવાનું અહેવાલમાં જણાવાયું છે. તેથી આગામી દિવસોમાં લિવિંગસ્ટોનના ભવિષ્ય અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.

આ પણ વાંચો: Ind Vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, સ્ટાર ખેલાડી થયો ફિટ!