Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Surat : ભૂગર્ભ જળ સંરક્ષણ માટે મોટો પ્રોજેક્ટ, CR પાટીલના હસ્તે કરાયું ખાતમુહૂર્ત

Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ જળ સંરક્ષણ માટે હાથ ધરાયેલા મહત્વના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું.
Kunjan ShuklaUpdated on: 17 Sep 2026 12:42 PM IST
1 / 5
Gallery Image 1

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ જળ સંરક્ષણ માટે હાથ ધરાયેલા મહત્વના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ તેમના હસ્તે કરવામાં આવ્યું.

2 / 5
Gallery Image 2

સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-એ એટલે કે ઉધના વિસ્તારમાં ભૂગર્ભ જળનું સ્તર વધારવા માટે 151 વિવિધ સ્થળોએ રિચાર્જ બોરવેલ બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 2.5 કરોડનો ખર્ચ થવાનો હોવાનું જણાવાયું છે.

3 / 5
Gallery Image 3

કાર્યક્રમમાં શહેરના મેયર સહિત ધારાસભ્યો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિચાર્જ બોરવેલના માધ્યમથી વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળના સ્તરમાં વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સાથે જ પાણીના સંરક્ષણથી જમીનની સ્થિતિમાં પણ સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

4 / 5
Gallery Image 4

આ પ્રસંગે સી.આર. પાટીલે વોટર હાર્વેસ્ટિંગના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે વરસાદી પાણીને વેડફાવાના બદલે તેને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળનું સંરક્ષણ કરવું જરૂરી છે. તેમણે આ પ્રકારની કામગીરીને ધરતી માતાનું ઋણ ચૂકવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

5 / 5
Gallery Image 5

સુરતમાં શરૂ થયેલો આ પ્રોજેક્ટ વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળના પુનઃભરણની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી બની શકે છે.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.