PM Modi Birthday: વડાપ્રધાનના જન્મદિવસ પર મિત્ર પુતિનનો ખાસ મેસેજ, કહ્યું- 'તમારો દરજ્જો...'


PM Modi Birthday
PM Modi Birthday: વડાપ્રધાનના જન્મદિવસ પર મિત્ર પુતિનનો ખાસ મેસેજ, કહ્યું- 'તમારો દરજ્જો...'


PM Modi Birthday
PM Modi Birthday: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર રશિયા તરફથી શુભેચ્છા સંદેશ મળ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમને કહ્યું હતું કે વૈશ્વિક મંચ પર તેમનો નોંધપાત્ર પ્રભાવ છે. પુતિને પણ પ્રધાનમંત્રીની ખૂબ પ્રશંસા કરી હતી. તેમને ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા વિશે વાત કરતા કહ્યું હતું કે બંને દેશો વચ્ચે મજબૂત ભાગીદારી છે.
પુતિને કહ્યું કે "તમારા દેશવાસીઓમાં તમારું ખૂબ સન્માન કરવામાં આવે છે અને વૈશ્વિક મંચ પર તમારો નોંધપાત્ર પ્રભાવ છે. ભારત અને રશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવામાં તમારા યોગદાનને શબ્દોમાં વર્ણવી શકાય નહીં.
ગયા અઠવાડિયે નવી દિલ્હીની મારી મુલાકાત દરમિયાન મારા અને રશિયન પ્રતિનિધિમંડળના અદ્ભુત સ્વાગત અને આતિથ્ય માટે હું આભાર વ્યક્ત કરવા માગુ છું."
https://twitter.com/RusEmbIndia/status/2100477013228474572
પુતિને મિત્ર દેશોને શું કહ્યું?
નવી દિલ્હીમાં થયેલી બેઠકનો ઉલ્લેખ કરતાં તેમને કહ્યું કે "અમારી ચર્ચાઓ ખૂબ જ મહત્વપૂર્ણ હતી અને તેના પરિણામો આવ્યા. હંમેશાની જેમ તમારી સાથે ચર્ચા કરવાનો આનંદ થયો, અને અમારી ચર્ચાઓએ ફરી એકવાર તમારી રાજકીય કુશળતા અને દૂરંદેશી દર્શાવી. અમે ચોક્કસપણે અમારા મિત્ર દેશો માટે અમારો સપોર્ટ ચાલુ રાખીશું."
પીએમ મોદી અને પુતિન વચ્ચે મુલાકાત થઈ
તમને જણાવી દઈએ કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે 2026માં બ્રિક્સ સમિટ દરમિયાન નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક થઈ હતી. આ બેઠક દરમિયાન ભારત અને રશિયા વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થયા હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારત અને રશિયાએ શસ્ત્રોના કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. આ દ્વિપક્ષીય બેઠકથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા.
આ પણ વાંચો: Sudan Gold Mine Collapse : સુદાનમાં સોનાની ખાણ ધરાશાયી, 67 લોકોના થયા મોત





