મેટ્રોમાં PM મોદીનો અનોખો અંદાજ, બાળકો સાથે હળવા અંદાજમાં કરી વાતચીત


મેટ્રોની સામાન્ય મુસાફરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળકો સાથેના હળવા અને સહજ સંવાદના દૃશ્યો સામે આવ્યા છે.

‘Metro Moments’ તરીકે સામે આવેલા આ દૃશ્યો એ વાત દર્શાવે છે કે કેટલીકવાર સામાન્ય લાગતી મુસાફરી પણ અસાધારણ યાદોમાં ફેરવાઈ જાય છે.

મેટ્રોમાં મુસાફરી કરતી વખતે PM મોદીએ બાળકો સાથે વિવિધ વિષયો પર વાતચીત કરી હતી. આ મુલાકાત દરમિયાન જન્માષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણ, પુસ્તકો, વાંચન અને જ્ઞાન જેવા વિષયો ચર્ચામાં આવ્યા હતા.

મેટ્રોમાં બાળકો સાથે વાતચીત કરતી વખતે વડાપ્રધાનનો અનૌપચારિક અને સરળ અંદાજ જોવા મળ્યો. બાળકો સાથે હસતાં-હસતાં વાત કરવી, તેમના વિચારો સાંભળવા અને તેમની સાથે રસપૂર્વક સંવાદ કરવાના દૃશ્યો ખાસ બન્યા હતા.

એક તરફ મેટ્રોની સામાન્ય મુસાફરી અને બીજી તરફ દેશના વડાપ્રધાન સાથે બાળકોની સીધી મુલાકાત, આ સંયોજનને કારણે આ ક્ષણો ખાસ બની છે.

બાળકો સાથેનો આ સહજ સંવાદ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે અને ‘Metro Moments’ તરીકે યાદગાર બની રહ્યો છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



