Get News Alerts

Never miss breaking news updates.

ઘોઘામાં નિમુબેન બાંભણિયાના જન્મદિવસની અનોખી ઉજવણી, 613 વયોવૃદ્ધોને મળશે રૂ.55.12 લાખના સહાયક સાધનો

Nimu Ben Bambhaniya Birthday Celebration: ભાવનગરના ઘોઘા તાલુકાના મોરચંદ ગામે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના જન્મદિવસ નિમિત્તે વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાણાધર સ્કૂલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા...
R Gajjar
R GajjarUpdated on: 08 Sep 2026 03:48 PM IST
ઘોઘામાં નિમુબેન બાંભણિયાના જન્મદિવસની અનોખી ઉજવણી, 613 વયોવૃદ્ધોને મળશે રૂ.55.12 લાખના સહાયક સાધનોઘોઘામાં નિમુબેન બાંભણિયાના જન્મદિવસની અનોખી ઉજવણી, 613 વયોવૃદ્ધોને મળશે રૂ.55.12 લાખના સહાયક સાધનો

Nimu Ben Bambhaniya Birthday Celebration

Nimu Ben Bambhaniya Birthday Celebration: ભાવનગરના ઘોઘા તાલુકાના મોરચંદ ગામે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના જન્મદિવસ નિમિત્તે વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાણાધર સ્કૂલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક સહાયક ઉપકરણ વિતરણ શિબિર યોજાશે. આ શિબિર દરમિયાન અગાઉ મૂલ્યાંકન કરવામાં આવેલા 613 વરિષ્ઠ નાગરિકોને રૂ.55,12,754ના કુલ ખર્ચે વિવિધ સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.

વ્હીલચેરથી લઈને શ્રવણ યંત્ર સુધીના સાધનો મળશે

પૂર્વ-ચિહ્નિત વરિષ્ઠ નાગરિકોને એલિમ્કો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ પ્રકારના સહાયક ઉપકરણો આપવામાં આવશે. જેમાં વ્હીલચેર, વોકિંગ સ્ટીક, શ્રવણ યંત્ર, કૃત્રિમ દાંત, વિવિધ પ્રકારના બેલ્ટ, વોકર, કમોડ સ્ટૂલ સહિતના સાધનોનો સમાવેશ થાય છે.

ભાવનગર જિલ્લામાં 8,091 વરિષ્ઠ નાગરિકો લાભાર્થી

નિમુબેન બાંભણિયાના અનુરોધ પર એલિમ્કો દ્વારા ભાવનગર જિલ્લાના તમામ બ્લોકમાં 30 જૂન 2025થી 16 જુલાઈ 2025 દરમિયાન જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી બ્લોકવાઇઝ મૂલ્યાંકન શિબિરો યોજવામાં આવી હતી. મૂલ્યાંકન બાદ સમગ્ર ભાવનગર જિલ્લામાં 8,091 વરિષ્ઠ નાગરિકોને કુલ 45,968 સહાયક ઉપકરણોના નિઃશુલ્ક વિતરણ માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે. આ ઉપકરણોની કુલ કિંમત અંદાજે રૂ.7.65 કરોડ છે. 8 સપ્ટેમ્બરે મોરચંદ ગામે યોજાનારી શિબિરમાં 613 વરિષ્ઠ નાગરિકોને સાધનોનું વિતરણ કરવામાં આવશે. નિમુબેન બાંભણિયાના જન્મદિવસની ઉજવણીને સેવા અને સામાજિક જવાબદારી સાથે જોડતા આ કાર્યક્રમથી વયોવૃદ્ધોને રોજિંદા જીવનમાં ઉપયોગી સહાયક સાધનોનો લાભ મળશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]