ભાવનગરમાં ગણેશોત્સવનો માહોલ જામ્યો, સીતારામ મૂર્તિ આર્ટની ભવ્ય શ્રીજીની પ્રતિમાઓ બની આકર્ષણ



Bhavnagar Ganesh Idol
ભાવનગરમાં ગણેશોત્સવનો માહોલ જામ્યો, સીતારામ મૂર્તિ આર્ટની ભવ્ય શ્રીજીની પ્રતિમાઓ બની આકર્ષણ



Bhavnagar Ganesh Idol
Bhavnagar Ganesh Idol: ભાવનગર શહેરમાં ગણેશોત્સવને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહેતા શહેરના બજારો અને વિવિધ વિસ્તારોમાં ગણેશજીની એકથી એક નયનરમ્ય અને કલાત્મક પ્રતિમાઓના સ્ટોલ ધમધમવા લાગ્યા છે. જવાહર મેદાન, નારી ચોકડી, ભાવનગરપરા, રામમંત્ર મંદિર રોડ અને ગુલીસ્તા સહિતના વિસ્તારોમાં શ્રીજીની પ્રતિમાઓના સ્ટોલ શરૂ થઈ ગયા છે. ગણેશભક્તો પરિવાર સાથે સ્ટોલ પર પહોંચીને પોતાની પસંદગીની ગણેશજીની પ્રતિમા પસંદ કરી રહ્યા છે.

સીતારામ મૂર્તિ આર્ટની હાથ બનાવટની પ્રતિમાઓ ખાસ આકર્ષણ
વાઘાવાડી રોડ પર આવેલી સીતારામ મૂર્તિ આર્ટ ખાતે બોમ્બેના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી સંપૂર્ણ હાથ બનાવટની ગણેશજીની વિવિધ સ્વરૂપની પ્રતિમાઓ ભક્તોનું ધ્યાન ખેંચી રહી છે. આ પ્રતિમાઓમાં કલાત્મક કારીગરી, આકર્ષક મુખાકૃતિ અને વિવિધ સ્વરૂપો જોવા મળી રહ્યા છે. જેના કારણે ગણેશભક્તો અહીં મોટી સંખ્યામાં પ્રતિમાઓ નિહાળવા અને પસંદ કરવા માટે પહોંચી રહ્યા છે.

રૂ.200થી રૂ.40 હજાર સુધીની મૂર્તિઓ
સીતારામ મૂર્તિ આર્ટ ખાતે રૂ.200થી લઈને રૂ.40,000 સુધીની ગણેશજીની પ્રતિમાઓ ઉપલબ્ધ છે. નાના ઘરગથ્થુ સ્થાપનથી લઈને મોટા ગણેશ મંડળોના આયોજન માટે વિવિધ કદ અને સ્વરૂપની મૂર્તિઓનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ગણેશ યુગલ સહિતની વિવિધ પ્રતિમાઓની સાથે રૂ.40 હજારની ‘સરકાર’ સ્વરૂપની વિશેષ ગણેશ મૂર્તિ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.

ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓની પણ વધતી માંગ
પર્યાવરણ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિને કારણે ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની માંગ પણ વધી રહી છે. સ્ટોલ પર 100 ટકા ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી ગણેશજીની મૂર્તિના વેચાણ સાથે સંકળાયેલા સ્ટોલ ધારક હિતેશભાઈ પ્રજાપતિના જણાવ્યા મુજબ, ભક્તોની પસંદગી અને માંગને ધ્યાનમાં રાખીને અલગ-અલગ સ્વરૂપની ગણેશજીની પ્રતિમાઓ લાવવામાં આવી છે. ગણેશોત્સવ નજીક આવતાં ભાવનગરમાં શ્રીજીની મૂર્તિઓની ખરીદીનો માહોલ વધુ જામી રહ્યો છે. શહેરમાં ‘બાપ્પા મોરયા’ના જયઘોષ સાથે ગણેશજીના આગમનની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



