Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Guajrat સરકારનો મોટો નિર્ણય, વિદેશથી MBBS કરેલા ઈન્ટર્ન ડોક્ટરોને 21,840નું સ્ટાઈપેન્ડ મળશે

વિદેશથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને ગુજરાતમાં ઈન્ટર્નશીપ કરતા ઈન્ટર્ન ડોક્ટરોને સ્ટાઈપેન્ડ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
Kunjan ShuklaUpdated on: 05 Oct 2026 05:22 PM IST
1 / 5
Gallery Image 1

હવે વિદેશથી MBBS કરેલા ઈન્ટર્ન ડોક્ટરોને પણ સામાન્ય ઈન્ટર્ન ડોક્ટરોની સમકક્ષ દર મહિને રૂપિયા 21,840નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

2 / 5
Gallery Image 2

રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતની સરકારી તેમજ GMERS સંચાલિત મેડિકલ કોલેજોમાં ઈન્ટર્નશીપ કરી રહેલા આશરે 350 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે. અત્યાર સુધી વિદેશથી મેડિકલ અભ્યાસ પૂર્ણ કરીને ઈન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓના સ્ટાઇપેન્ડને લઈને અલગ વ્યવસ્થા હતી, જેને ધ્યાનમાં રાખીને સરકારે હવે મહત્વનો નિર્ણય કર્યો છે.

3 / 5
Gallery Image 3

વિદેશમાં MBBS પૂર્ણ કર્યા બાદ ભારતીય મેડિકલ વ્યવસ્થામાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને ઈન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. રાજ્યની સરકારી અને GMERS મેડિકલ કોલેજોમાં ઈન્ટર્નશીપ દરમિયાન હવે તેમને અન્ય ઈન્ટર્ન ડોક્ટરોની જેમ સમાન સ્ટાઈપેન્ડ મળશે.

4 / 5
Gallery Image 4

રાજ્ય સરકારના આ નિર્ણયથી વિદેશથી તબીબી શિક્ષણ મેળવીને ગુજરાતમાં ઈન્ટર્નશીપ કરી રહેલા વિદ્યાર્થીઓને આર્થિક રાહત મળશે. સાથે જ ઈન્ટર્ન ડોક્ટરો વચ્ચે સ્ટાઈપેન્ડમાં રહેલી અસમાનતા દૂર થશે.

5 / 5
Gallery Image 5

સરકારના નિર્ણય બાદ આશરે 350 જેટલા ઈન્ટર્ન ડોક્ટરોને દર મહિને રૂપિયા 21,840 મુજબ સ્ટાઈપેન્ડનો લાભ મળવાની શક્યતા છે. આ નિર્ણયને કારણે વિદેશથી મેડિકલ શિક્ષણ પૂર્ણ કરીને રાજ્યમાં તબીબી સેવા ક્ષેત્રે આગળ વધી રહેલા વિદ્યાર્થીઓમાં પણ રાહતની લાગણી જોવા મળી શકે છે.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.