Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

PM મોદીના 76મા જન્મદિવસે જાસપુરમાં ‘આશીર્વાદનો દીવો’, CM ભૂપેન્દ્ર પટેલની ખાસ હાજરી

આ પ્રસંગે વિશ્વ ઉમિયાધામ ખાતે ભારતીય સંસ્કૃતિ, ભક્તિ અને દેશભક્તિનો સમન્વય જોવા મળ્યો હતો. સમગ્ર ભારતીય નકશા પર દીવડાઓ પ્રગટાવીને વિશેષ દીપોત્સવ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદનો દીવો પ્રગટાવ્યો હતો.
Vivek Shah
Vivek ShahUpdated on: 17 Sep 2026 11:40 AM IST
1 / 7
Gallery Image 1

‘સંકલ્પ – વિકસિત ભારત 2047’ના વિચારને પણ કાર્યક્રમમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું. ભારતની પ્રગતિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી વિવિધ રજૂઆતો દ્વારા ઉપસ્થિત લોકોમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

2 / 7
Gallery Image 2

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીવનયાત્રા અને જાહેર જીવન સાથે જોડાયેલી વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.

3 / 7
Gallery Image 3

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ મહાઆરતીમાં સહભાગી થઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી.એન. ગોલે શાબ્દિક સ્વાગત કરીને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.

4 / 7
Gallery Image 4

કાર્યક્રમમાં અમદાવાદ શહેરમાંથી મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ હાજરી આપી હતી. દીપ પ્રજ્વલન, વંદે માતરમ્ ગાન, લોક ડાયરો, ભજન સંધ્યા અને મહાઆરતી સહિતની વિવિધ પ્રવૃત્તિઓને કારણે વિશ્વ ઉમિયાધામનું સમગ્ર પરિસર ઉત્સવમય બની ગયું હતું.

5 / 7
Gallery Image 5

રાષ્ટ્રસેવાને જ જીવનનો પરમ ધ્યેય બનાવનાર વડાપ્રધાનને સન્માનિત કરતા આ પાવન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

6 / 7
Gallery Image 6

આ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશ બારોટ, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્યો જીતુભાઈ અને ડૉ. હર્ષદ પટેલ સહિત કોર્પોરેટરો, દાતાશ્રીઓ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારો અને સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.

7 / 7
Gallery Image 7

વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં તેમના જાહેર જીવન અને રાષ્ટ્રસેવા સાથે જોડાયેલી બાબતોને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રજૂ કરવામાં આવી હતી. ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી અને દીપ પ્રજ્વલન મુખ્ય આકર્ષણ રહ્યા હતા.

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે