ફોટો ગેલેરી

ODIsમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર

અનિલ કુંબલે લાંબા સમયથી એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. તમને એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 5 ભારતીય બોલર્સ વિશે જણાવીએ.
Nancy ShuklaUpdated on: 27 Oct 2026 09:32 PM IST
1 / 5
Gallery Image 1

એક કેલેન્ડર વર્ષમાં વનડે ક્રિકેટમાં ભારતીય બોલર દ્વારા સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ દિગ્ગજ સ્પિનર ​​અનિલ કુંબલેના નામે છે. આ રેકોર્ડ 30 વર્ષ સુધી ટકી રહ્યો છે. 1996માં, અનિલ કુંબલેએ 32 વનડેમાં 20.24 ની પ્રભાવશાળી બોલિંગ એવરેજથી 61 વિકેટ લીધી હતી. તે વર્ષે તેને 3 વખત 4 વિકેટ પણ લીધી હતી.

2 / 5
Gallery Image 2

આ ખાસ લિસ્ટમાં અજિત અગરકર બીજા નંબરે છે. 1998નું વર્ષ અગરકર માટે એક નોંધપાત્ર વર્ષ હતું. તે વર્ષે તેને 30 વનડેમાં શાનદાર બોલિંગ કરી હતી, જેમાં 23.75 ની પ્રભાવશાળી એવરેજથી 58 વિકેટ લીધી હતી. તે વર્ષે તેને 3 વખત 4 વિકેટ પણ લીધી હતી.

3 / 5
Gallery Image 3

રવિન્દ્ર જાડેજા એક કેલેન્ડર વર્ષમાં ODI ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલર્સમાં ત્રીજા નંબરે છે. 2013 માં રવિન્દ્ર જાડેજાએ 34 ODI માં 25.40 ની એવરેજથી 52 વિકેટ લીધી. આ સમયગાળા દરમિયાન તેણે 1 વાર 4 વિકેટ અને 1 વાર 5 વિકેટ લીધી.

4 / 5
Gallery Image 4

સ્પિનર ​​કુલદીપ યાદવ એક કેલેન્ડર વર્ષમાં ODI ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલર્સમાં ચોથા નંબરે છે. 2023 માં કુલદીપે 30 ODI માં 29 ઈનિંગમાં 20.48 ની એવરેજથી 49 વિકેટ લીધી. તે વર્ષે કુલદીપે 2 વાર 4 વિકેટ અને 1 વાર 5 વિકેટ લીધી.

5 / 5
Gallery Image 5

એક કેલેન્ડર વર્ષમાં ODI ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ મેળવનારા ભારતીય બોલરોમાં ઈરફાન પઠાણ પાંચમા નંબરે છે. 2004માં ઈરફાને 28 ODIમાં 26.38 ની એવરેજથી 47 વિકેટ લીધી હતી. તે વર્ષે ઈરફાન પઠાણનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન 24 રનમાં 4 વિકેટ હતું.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.